ખબર

પૈસા છુટ્ટા કરાવવા માટે ખરીદી હતી લોટરીની ટિકિટ, અને ટ્રક ડ્રાઈવર બની ગયો 15 કરોડનો માલિક

લોટરી ક્લર્કે તેને ભૂલથી ટિકિટ આપી દીધી હતી, તે છતાં પણ તેની કિસ્મત જોર કરી ગઈ, તમને હેરાન કરી દેશે આ ટ્રક ડ્રાઈવરની આખો સ્ટોરી

એવું કહેવાય છે કે જયારે તમારી કિસ્મત સાથ આપતી હોય ત્યારે તમે કંઈપણ કરો તમને સફળતા જરૂર મળતી હોય છે. કેટલાક લોકોની કિમસ્ત રાતો રાત ચકી જાય છે, આવો જ એક કિસ્સો હાલ વાયરલ થઇ રહ્યો છે, જેમાં હવા પુરાવવા માટે ગેસ સ્ટેશન ઉપર ગયેલા એક વ્યક્તિએ છુટ્ટા  લેવા માટે લોટરીની ટિકિટ ખરીદી હતી, અને તેને 15 કરોડ રૂપિયાનું ઇનામ લાગી ગયું !!!

Image Source

એક વેબસાઈટની ખબર અનુસાર આ  મિશીગનનો છે અને લોટરી લાગવા બાદ તે વ્યક્તિની ઓળખ આપવાની પણ ના પડી દેવામાં આવી છે. આ વ્યક્તિ પોતાની ટ્રક લઈને ક્યાંક જઈ રહ્યો હતો. રસ્તામાં આવેલા ગેસ સ્ટેશન ઉપર તે ટ્રકના ટાયરની અંદર હવા ભરાવવા માટે રોકાયો, આ વ્યક્તિ પાસે એયર મશીનમાં નાખવા માટે છુટ્ટા પૈસા નહોતા, એટલા માટે તે વ્યક્તિ નજીકમાં જ આવેલા મિશિગન લોટરીના એક સ્ટોલ ઉપર ગયો અને 10 ડોલરની કિંમતની “લકી7’s સ્ક્રેચ ઓફ ટિકિટ” ખરીદી લીધી.

Image Source

57 વર્ષીય આ વ્યક્તિએ જણાવ્યું કે: “પૈસા છુટ્ટા કરાવવા માટે મેં લોટરી ક્લર્ક પાસેથી 10 ડોલર વાળી ટિકિટ ખરીદી હતી, પરંતુ ભૂલથી તેને મને 20 ડોલર વાળી ટિકિટ આપી દીધી, જો કે તેને એજ સમયે કહ્યું કે તે ટિકિટ બદલીને તેને 10 ડોલર વાળી ટિકિટ આપે છે, પરંતુ અચાનક મારી અંદરથી અવાજ આવ્યો અને મેં 20 ડોલર વાળી ટિકિટ જ રાખી લીધી, હવે મને લાગે છે કે મેં સારું કર્યું.”

Image Source

લોટરીના ઇનમાંના રૂપમાં આ વ્યક્તિને 2 મિલિયન ડોલર એટલે કે લગભગ 15 કરોડ રૂપિયા જીત્યા છે. જો કે તેને એ નિર્ણય કર્યો છે કે  તે બધી જ રકમ એક સાથે જ કાઢી લેશે. લોટરી વિભાગના નિયમો પ્રમાણે એકસાથે બધી જ રકમ કાઢવા ઉપર તેને 1.3 મિલિયન ડોલર એટલે કે 9.7 કરોડ રૂપિયા જ મળશે. લોટરીના નિયમો પ્રમાણે ઇનમાંની બધી જ રાશિ મેળવવામાં ઘણા વર્ષોનો સમય લાગી જાય છે. આ વ્યક્તિનું કહેવું છે કે તે આ રકમમાંથી કે સુંદર ઘર બનાવશે.

Image Source

આ પહેલા પણ અમેરિકામાં આવી લોટરી યોજના દ્વારા ઘણા લોકો કરોડપતિ બની ગયા છે. એક મહિલા પણ આ પહેલા કોબીજ ખરીદવા માટે ગઈ હતી અને સાથે લોટરીની સ્ક્રેચ કુપન ખરીદીને લાવી હતી, જયારે તને ઘરે આવીને કુપન સ્ક્રેચ કરી ત્યારે તેને ટોપ ઇનામ મળ્યું હતું જેમાં તેને 2 લાખ 25 હજાર ડોલર એટલે કે 1.58 કરોડ રૂપિયા જેટલી રકમ મળી હતી. આ મહિલા તે રકમને પોતાની નિવૃત્તિ માટે રાખવા માંગે છે.