ટ્રકની બ્રેક થઇ ગઈ ફેલ તો ડ્રાઈવરે આ રીતે રીવર્સમાં ટ્રક ચલાવીને બચાવ્યો લોકોનો જીવ, જુઓ વીડિયો

તમે કોઈ વાહનમાં જઈ રહ્યા હોય અથવા તો ચલાવી રહ્યા હોય અને તે વાહનની બ્રેક અચાનક ફેલ થઇ જાય તો ? વિચાર કરતા જ જાણે પરેસેવો વળી જાય. ઘણી ફિલ્મોમાં આપણે વાહનના બ્રેક ફેઈલ થવાના કિસ્સાઓ જોયા છે, જેના કારણે ઘણા લોકો જીવ પણ ગુમાવે છે. પરંતુ અસલમાં જો કોઈ ટ્રકની હાઇવે ઉપર જ બ્રેક ફેઈલ થઇ જાય તો ?

અંદાજો લગાવી શકો છો તમે કે કેટલા લોકોનો જીવ જઈ શકે.ટ્રક ને હાઇવે પરનો હાથી તરીકે ઓળખવામાં આવે છે. આવી જ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક ટ્રકની બ્રેક ફેઈલ થઇ જાય છે. પરંતુ ડ્રાઈવરે આ સમયે ખુબ જ ચતુરાઈ વાપરી અને એવો જુગાડ કર્યો જેના કારણે કેટલાય લોકોના જીવ બચી ગયા હતા.

મીડિયા રિપોર્ટ પ્રમાણે આ મામલો મહારાષ્ટ્રના જાલના સિલોદ રોડનો જણાવવામાં આવી રહ્યો છે. અહીંયા એક ટ્રકની બ્રેક ફેઈલ થઇ જવાના કારણે તેને ટ્રકને રીવર્સમાં ચલાવી, ટ્રકની બ્રેક ફેલ થયા બાદ સુજ્બુજથી ટ્રકને રીવર્સમાં ચલાવવામાં આવી. જે તેના માટે પણ ખુબ જ જોખમ ભરેલું હતું.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે રોડ ઉપર એક ટ્રક રિવર્સ ગેરમા જઈ રહી છે. સાથે જ કેટલાક બાઈકર્સ પણ ટ્રકની મદદ કરી રહ્યા છે. તે ટ્રકને રસ્તો બતાવવામાં અને બાકીના વાહનોને હટાવવામાં લાગ્યા છે. અંતે ડ્રાઇવર ટ્રકને ખુલ્લા ખેતરમાં લઇ જાય છે. જ્યાં કાચી જમીનની અંદર ટ્રક તેની જાતે જ ધીમી થઇ જાય છે એવું વીડિયો જોઈને અંદાજ લગાવી શકાય છે. વીડિયો બનાવી રહેલા લોકો પણ ટ્રક ડ્રાઇવરની પ્રસંશા કરે છે. એક વ્યક્તિ તો કહે છે કે “માનવા પડે ગુરુ તમને !” જુઓ તમે પણ આ હેરતઅંગેજ વીડિયો…

આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, સોશિયલ મીડિયામાં પણ લોકોએ આ બાઈકર્સ અને ટ્રક ડ્રાઇવરની ખુબ પ્રસંશા કરી છે જોકે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ નથી કરતું. જોકે એવી ભલામણ કરવામાં આવે છે કે જો કોઈપણ સમયે વાહનની બ્રેક ફેલ થઇ જાય તો વહાલચાલકે એક્સિલેટર(લીવર) પરથી પગ ઉંચકી લેવો જોઈએ અને પછી એન્જિન બંધ કર્યા વગર ધીરે ધીરે ઇમરજન્સી બ્રેકનો ઉપયોગ કરવો જોઈએ.

Niraj Patel