ઇકો ગાડીમાં બેસીને પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા વિદ્યાર્થીઓ, ડ્રાઈવરને અચાનક આવ્યું ઝોંકુ અને 6 જિંદગીઓ ભૂંજાઈ ગઈ

દેશભરમાં અકસ્માતની એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે, જેમાં ઘણા લોકો પોતાનો જીવ પણ ગુમાવી રહ્યા છે, ત્યારે હાલમાં જ એક એવા ગમખ્વાર અકસ્માતની ખબર આવી રહી છે જેમાં પરીક્ષા આપવા માટે જઈ રહેલા વિધાર્થીઓની ઇકો કાર ટ્રકની પાછળ ઘુસી જવાના કારણે 6 વિધાર્થીઓના ઘટના સ્થળે જ મોત  નિપજ્યા હતા, જયારે 5 વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા.

આ ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે, રાજસ્થાનના જયપુરના ચાકસુમાં. જ્યા એક ઇકો ગાડી ટ્રકની નીચે ઘુસી ગઈ. આ દુઃખદ અકસ્માતની અંદર 6 લોકોના મોત થઇ ગયા. જાણવા મળી રહ્યું છે કે આ બધા જ મૃતકો રાજસ્થાન ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ (REET)ની પરીક્ષા આપવા માટે બાંરાથી સીકર જઈ રહ્યા હતા.

મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળી રહ્યું છે કે ઇકો ગાડીની અંદર 11 લોકો સવાર હતા. જેમાંથી મોટાભાગના લોકો રિટની પરીક્ષા આપવા માટે જઈ રહ્યા હતા. ત્યારે અચાનક ડ્રાઈવરને ઝોકું આવી જતા કાર અનિયંત્રિત થઈને ટ્રકની પાછળ ઘુસી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 6 લોકોનું તો ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જેમાં કારનો ડ્રાઈવર પણ સામેલ હતો.


આ અકસ્માતમાં ઘાયલ થયેલા 5 લોકોને મહાત્મા ગાંધી અને સવાઈ માનસિંહ હોસ્પિટલમાં ઈલાજ માટે ભરતી કરવામાં આવ્યા છે. આ બાબતે રાજસ્થાનના  ગહલોતે ચાકસુમાં થયેલા અકસ્માત ઉપર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને ટ્વીટ કરીને મૃતકોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે અને આ ઉપરાંત મૃતકના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત પણ કરી છે.

Niraj Patel