આણંદ : ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, ત્રણના દર્દનાક મોત- મોતની ચિચિયારીઓથી ગૂંજી ઉઠ્યો હાઇવે!

ગુજરાતમાંથી લગભગ દરરોજ અકસ્માતની ઘટના સામે આવે છે, ત્યારે હાલમાં જ આણંદ તારાપુર ધર્મજ હાઈવે પર એક ગોઝારા અકસ્માતની ખબર સામે આવી, વડદલા ગામનાં પાટીયા પાસે ટ્રક અને લકઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો અને આ અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા. પ્રાપ્ત માહિતી પ્રમાણે, રાજકોટથી સુરત જઈ રહેલા 3 મુસાફરોના મોત થયા છે.

આ અકસ્માત આણંદના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર 28 નવેમ્બરે સવારના સમયે થયો હતો. આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ઓવરટેક કરવાની લ્હાયમાં આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મૃતકોની ઓળખ ધ્રુવ રૂડાણી, મનસુખભાઈ કોરાટ અને કલ્પેશ જીયાણી તરીકે થઇ છે, જે રાજકોટના રહેવાસી છે.

રાજકોટથી સુરત તરફ જતી લક્ઝરી બસ સવારે આણંદના પેટલાદ નજીક તારાપુર-ધર્મજ હાઈવે પર વડદલા પાટીયા નજીકથી પસાર થઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો. આ અકસ્માત એટલો ભયાનક હતો કે લક્ઝરી બસનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

Shah Jina