ખબર

પ્રવાસી મજૂરોથી ભરેલી ટ્રક અથડાતા 24ના મોત, જોવા મળ્યું હ્ર્દયદ્રાવક દ્રશ્ય- અહેવાલ વાંચો

હાલ લોકડાઉંન ચાલી રહ્યું છે. લોકડાઉનને કારણે પરપ્રાંતીય મજૂંરોને તેનાઘરે જઈ રહ્યા છે, ત્યારે ઉત્તરપ્રદેશમાં એક ગંભીર અકસ્માત સર્જાયો છે.
ઉત્તર પ્રદેશના ઔરૈયા જિલ્લામાં એક ટ્રક બીજા ટ્રકને અથડાઇ. આ અકસ્માતમાં 24 મજૂરોના મોત થયા છે. આ ઘટના બાદ ઘાયલોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. આ તમામ રાજસ્થાનથી આવી રહ્યા હતા. આ ઘટનાની માહિતી મળ્યા બાદ વહીવટી તંત્ર હચમચી ગયું છે. આનન-ફાનન પોલીસ ટીમ સ્થળ પર પહોંચી ગઇ અને રાહત અને બચાવ કામ શરૂ કરી દીધું છે.

આ દુર્ઘટના વહેલી સવારે 3 થી 4 વાગ્યાની વચ્ચે બની છે.હાલ ઘટના સ્થળ પર રેસ્ક્યુ ચાલી રહ્યું છે. ઘાયલોને જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાયા છે છે. આ ટ્રકમાં 40 લોકો સવાર હતા. પોલીસના જણાવ્યા મુજબ મજૂરો ચૂનાથી ભરેલી ટ્રકમાં સવાર હતા. ચિરુહલી વિસ્તારમાં ઉભેલી અન્ય ટ્રક સાથે આ ટ્રક અથડાઈ હતી. મોટાભાગના બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના રહેવાસી છે.

ઔરૈયા જિલ્લાના એડિશન એસપી કમલેશ કુમાર દીક્ષિતે કહ્યું કે આ ઘટનામાં અત્યાર સુધીમાં 24 લોકોના મોત થઇ ચૂકયા છે. જેમાં 15થી વધુ લોકોને સૈફઇ રિફર કરાયા છે જ્યારે 21 લોકોને ઔરૈયા સ્થિત જિલ્લા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે. સ્થળ પર તમામ વરિષ્ઠ અધિકારીઓ હાજર છે.

બુધવાર રાત્રે મધ્યપ્રદેશના ગુનામાં બસ અને કન્ટેનરની ટક્કરમાં 8 મજૂરના મોત થયા હતા અને 54 ઘાયલ થયા હતા. બીજી તરફ બિહારમાં પણ પ્રવાસીઓની બસ ટ્રક સાથે અથાડાઈ હતી. જેમા બે લોકોના મોત થયા હતા. ઔરંગાબાદ પાસે રેલવે ટ્રેક ઉપર માલગાડીની હડફેટે આવી જતાં 16 મજૂરોના મોત થયા હતા.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray:

આજની એક દર્દનાક તસ્વીર