રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સામે આવી નવી અપડેટ, ‘ભ્રષ્ટ’ ડેપ્યુટી ફાયર ઓફિસરની ધરપકડ, અધધધ લાખની અપ્રમાણસર સંપત્તિના મામલે થશે કાર્યવાહી

રાજકોટ અગ્નિકાંડ બાદ ડે. ચીફ ફાયર ઓફિસર વિરુદ્ધ ACBમાં ફરિયાદ; અધધધ લાખની છે અપ્રમાણસર મિલકત- જાણો સમગ્ર મામલો

TRP Game Zone fire Case bhikha theba : રાજકટોના TRP ગેમઝોનમાં ઘટેલી દુર્ઘટના વિશે સાંભળીને આજે પણ હૈયું કમકમી ઉઠે, આ અગ્નિકાંડમાં કેટલાય નિર્દોષ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, તો તેમના પરિવારજનો પણ ન્યાયની માંગણી કરી રહ્યા છે. ત્યારે આ ઘટનાને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, ત્યારે હાલમાં આ ઘટનાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે જેમાં .રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેબાની ધરપકડ કરી લેવામાં આવી છે,

ભીખા ઠેબા વિરુદ્ધ અપ્રમાણસર મિલકતની ફ્રિડયાળ પણ નોંધવામાં આવી હતી, જે મામલે ACB દ્વારા વર્ષ 2012થી લઈને 2024 સુધીની બેંક ડિટેઇલ અને અન્ય દસ્તાવેજ પુરાવા પણ એકઠા કાર્ય છે, જે અંતર્ગત ભીખા ઠેબા પાસે 79 લાખ જેટલી અપ્રમાણસર મિલકત હોવાનું પણ સામે આવ્યું છે, જે તેમની આવક કરતા પણ 67.57 જેટલી વધારે રકમની સંપત્તિ છે. ત્યારે આ મામલે હવે તેમના વિરુદ્ધ કાર્યવાહી કરતા ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટમાં થયેલા અગ્નિકાંડ મામલે તપાસનો દોર ACBને સોંપવામાં આવ્યો છે, આ મામલે ACB દ્વારા ફાયર અને ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓને ત્યાં તપાસ કરવામાં આવી હતી, જેમાં રાજકોટન મનપાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા સામે અપ્રમાણસર મિલકત અંગે પણ ફરિયાદ નોંધવામાં આવી હતી. હાલ તેમની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવવી રહી છે.

Niraj Patel