ખબર

અંબાજી અક્સ્માત મામલો: ડ્રાઇવરની બાજુમાં બેસેલા વ્યક્તિએ કર્યો સનસનીખેજ ખુલાસો, આ અક્સ્માત બસની ઓવર સ્પીડના કારણે નહીં પરંતુ આ કારણે..

સોમવારે સાંજે 4 વાગ્યાના અરસામાં અંબાજી-દાંતા માર્ગ પર ત્રિશુળીયા ઘાટ પાસે લકઝરી બસ પલ્ટી ખાઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં 22 લોકોને જીવ ગુમાવ્યા હતા. આ મામલે ડ્રાઇવરની બાજુમાં બેસેલા ઉત્તરપ્રદેશના એક વ્યક્તિએ કમકમાટી ભર્યો ખુલાસો કર્યો છે.

પ્રાથમિક તપાસમાં આ અકસ્માત બસની ઓવરસ્પીડના કારણે થયો હોવાનું માનવામાં આવ્યું હતું. પરંતુ ઉત્તરપ્રદેશથી આવેલા મનોહરભાઈએ કરેલા ઘટસ્ફોટથી આ અકસ્માત અંગે રહસ્ય સર્જાયું છે.

મનહરભાઈએ જણાવ્યું હતું કે, બસ ઢાલ ચડીને ઉતરવાનું શરૂ કર્યું પરંતુ અચાનક બસની સ્પીડ વધી જતા ડ્રાઈવરે બ્રેક મારવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બ્રેકના લાગતા ડ્રાઈવરે કહ્યું હતું કે, બ્રેક ફેલ થઇ ગઈ છે. આથી ડ્રાઈવરે મુસાફરોના જીવ બચાવવા માટે સામે દીવાલમાં અથડાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બસની પસી વધારે હોવાને કારણે પથ્થર સાથે ટકરાવવાની બદલે ડિવાઈડર નજીક પલ્ટી મારી ગઈ હતી.

આ દુર્ઘટનામાં મૃતકના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી 4 લાખની આર્થિક સહાયની જાહેરાત મુખ્યમંત્રી વિજ્ય રૂપાણીએ કરી છે. આ મામલે દાંતા પોલીસે ડ્રાઈવર સામે કલમ 304 વિરુદ્ધ માનવવધનો ગુન્હો દાખલ કરેલ છે.

આ ગંભીર અકસ્માતમાં 22 હતભાગીઓમાંથી સુધી વધુ આંકલાવ તાલુકાના ખડોલ (હ)ના 6, સુદણના 3, આંકલાવના-1, કહાનવાડી, અંબાવ, અંબાલીના 1-1 જ્યારે બોરસદ તાલુકાના પામોલ, દાવોલના 2-2, કસુંબાડના 1, ઉમરેઠના 1 મુસાફરોનો સમાવેશ થાય છે.

નોંધનીય છે લે. ત્રિશુળીયા ઘાટ પાસે છેલ્લા 4 મહિનામાં 3 અકસ્માતમાં 30 લોકો મોતને ભેટયા છે. એક જ ગામના છ જણનું અવસાન —

આ અકસ્માતે આંકલાવ તાલુકાનાં ખરોલ(હ) ગામને તો સાવ ભાંગી જ નાખ્યું. ખરોલ ગામના કુલ ૬ જણ આ અકસ્માતમાં મૃત્યુ પામ્યા છે. ગામનાં રાંધ્યા ધાન રઝળ્યાં. આખું ખરોલ હિબકે ચડીને આ ઘેરો વિષાદ ખમી રહ્યું છે.

બાપ-દીકરાના મૃતદેહો જોઈ મા-દીકરીનું આક્રંદ —

બોરસદ તાલુકાના પામોલ ગામે રહેતા 40 વર્ષીય રમેશભાઈ ઠાકોર ખેત મજૂરી કરીને ગુજરાન ચલાવતા. દરવર્ષની જેમ આ વર્ષે પણ તેઓ અંબાજી ગયા હતા. બસનું આયોજન કરનાર ભાઈ સાથે તેમને મૈત્રી હતી. આ વખતે પુત્ર કાર્તિક પણ સાથે હતો. દુર્ઘટનામાં બંનેનું અવસાન થયું છે. ઘરે તેમના મૃતદેહો લાવતા રમેશભાઈના પત્ની અને પુત્રીએ કરૂણ રૂદન કર્યું હતું. મા-દીકરી માટે આ ઘટનાનો આઘાત કેટલો હશે એની કલ્પના પણ કરવી મુશ્કેલ છે.

પરીવાર હોસ્પિટલમાં, જાહન્વીનો મૃતદેહ ઘરે પહોઁચ્યો —

સુરેશભાઈ ગોહેલ (દાવોલ) પોતાના પરીવાર સાથે અંબાજીનાં દર્શને ગયા હતા. અકસ્માતમાં તેમણે એક ફૂલ ગુમાવી દીધું. સુરેળભાઈની નાનકડી જાહન્વી – જે ત્રીજાં ધોરણમાં ભણતી – મૃત્યુ પામી છે. પરીવારના સભ્યોને ઈજા પહોંચતા તેમને અમદાવાદ અને પાલનપુર ખાતે હોસ્પિટલમાં રાખવામાં આવ્યા ત્યારે જાહન્વીનો મૃતદેહ ઘરે પહોઁચ્યો હતો.

પરીવારનો મોભી ચાલ્યો ગયો —

અકસ્માતને પગલે આણંદ જીલ્લાના બોરસદ તાલુકાના કસુંબાડ ગામમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું હતું. સુરેશભાઈ ચૌહાણનો મૃતદેહ કસુંબાડ પહોંચ્યો ત્યારે તેનો પરીવાર રીતસર ભાંગી પડ્યો હતો. સુરેશભાઈ પોતાની પાછળ માતા-પિતા, પત્ની, બે પુત્રો અને નાના ભાઈને નોધારો મૂકી ગયા છે. આ કરૂણાંતિકામાં આ પરીવારને આશ્વાસન પણ કેટલુંક અસર કરે?!

૧૯ વર્ષના કિશનના લગ્નને ત્રણ જ માસ થયા હતા —

દાવોલ ગામનો યુવક કિશન સોમાભાઈ ગોહેલનો પુત્ર હતો. છેલ્લા ત્રણ વર્ષથી અંબાજીની યાત્રાએ જતો. પાંચ વર્ષ સુધી જવાનો હતો. ભણવામાં હોશિયાર હતો પણ મજબૂરીને લીધે દસ ધોરણ ભણીને શાકભાજીની દુકાન ચલાવતો હતો. હજુ ત્રણ મહિના પહેલા તેમના લગ્ન થયા હતા. અકસ્માતમાં તેમનું મોત થતા નવોઢા પત્ની, માતા-પિતા, એક નાનો ભાઈ અને બે બહેનોને કકળાટ કરતી મૂકીને ચાલ્યો ગયો.