સંજય દત્તની દીકરી ત્રિશાલાએ શેર કરી પોતાની ટ્રાન્સફોર્મેશનની તસવીરો, સાવકી મમ્મીએ કંઈક આવું આપ્યું રિએક્શન

બોલીવુડ અભિનેતા સંજય દત્તની દીકરી ત્રિશાલા દત્ત બોલીવુડથી દૂર છે છતાં પણ તેની ફેન ફોલોઇંગ કોઈ બોલીવુડ અભિનેત્રીથી કમ નથી. ત્રિશાલા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે અને અવાર નવાર પોતાની એકથી એક શાનદાર તસવીરો શેર કરતી રહે છે.ચાહકો પણ તેની નવી નવી તસ્વીરોની આતુરતાથી રાહ જોતા હોય છે. 33 વર્ષની ત્રિશાલાએ તાજેતરમાં જ પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે, જેમાં તેનું ગજબનું ટ્રાન્સફોર્મેશન જોવા મળ્યું છે.

ત્રિશાલાનું આવું ટ્રાન્સફોર્મેશન જોઈને લોકો હેરાન રહી ગયા છે અને તેના આકર્ષક ફિગર પર લોકોની નજરો થંભી ગઈ છે. સામે આવેલી તસ્વીરોમાં ત્રિશાલા હળવા લીલા રંગના સ્લીપ ડ્રેસમાં જોવા મળી રહી છે,જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે. આ આઉતેફીટ સાથે ત્રિશાલાએ મેચિંગ પર્સ પણ કેરી કરી રાખ્યું છે અને હાઈ હિલ્સ પણ પહેર્યા છે. હળવા મેકઅપ અને હાઈ પોની ટેલમાં ત્રિશાલા ખુબ જ સુંદર લાગી રહી છે.

ત્રિશાલાની નશીલી આંખો પર લોકોની નજરો થંભી ગઈ છે. ત્રિશાલા પહેલા કરતા વધુ સ્લિમ, ફિટ અને આકર્ષક દેખાઈ રહી છે. આ આઉટફિટમાં ત્રિશાલાએ અલગ અલગ પોઝ આપ્યા છે અને બેકસાઇડ સમુદ્રનો સુંદર નજારો પણ દેખાઈ રહ્યો છે. તસવીરો શેર કરીને ત્રિશાલાએ કેપ્શનમા લખ્યું કે,”દ પ્લેફુલ સાઇડ ઓફ મી”. અને સાથે જ ત્રિશાલાએ ઇન્દ્રધનુષની ઈમોજી પણ પોસ્ટ કરી છે.

ત્રિશાલાની આ લેટેસ્ટ તસવીરો ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે અને ખુબ કમેન્ટ્સ કરી રહ્યા છે.ચાહકોએ તેની તસવીરો પર ‘ખુબ જ સુંદર’,’હું તમને જલ્દી મળવા માંગુ છું’,’હંમેશાની જેમ ખુબ જ સુંદર’,’તમારી પાછળના નજારાએ પણ તમારી જેમ સુંદર બનવાની કોશિશ કરી પણ નાકામિયાબ રહ્યું” વગેરે જેવી કમેન્ટ્સ કરી છે.

જણાવી દઈએ કે ત્રિશાલા દત્ત સંજય દત્તની પહેલી પત્ની રુચા શર્માની દીકરી છે.કેન્સરને લીધે રુચા શર્માનું નિધન થઇ ગયું હતું. શરૂઆતમાં ત્રિશાલા અને માન્યતા દત્તના સંબંધ સારા ન હતા પણ હવે બંને વચ્ચે બધું ઠીક થઇ ગયું છે. બંને આવાર નવાર ખાસ બોન્ડિંગ શેર કરતી પણ જોવા મળે છે. ત્રિશાલા બાળપણથી જ અમેરિકામાં નાના-નાનીના ઘરે રહે છે, છતાં પણ તે પિતા સંજય દત્તની ખુબ જ ક્લોઝ છે.

ત્રિશાલા વ્યવસાયથી એક મનોચિકિત્સક છે અને તે અવાર નવાર પોતાના એકાઉન્ટ પર માનિસક સ્વાસ્થ્ય, જીવન શૈલી અને ફેશન સાથે જોડાયેલી બાબતો શેર કરતી રહે છે. વર્ષ 2019માં જ્યારે ત્રિશાલાએ પોતાના પ્રેમી સાથે બ્રેકઅપ કર્યું ત્યારે પણ તેણે ભાવુક પોસ્ટ લખી હતી.

Krishna Patel