ફિલ્મી દુનિયા

બોયફ્રેન્ડના મોતના એક મહિના પછી સંજય દત્તની દીકરીએ કહી આ ઇમોશનલ વાત, જાણો વિગત

બૉલીવુડ એક્ટર સંજય દત્તની પુત્રી ત્રિશાલા દત્ત છેલ્લા થોડા સમયથી પરેશાની ભર્યા દિવસો ગુજારી રહી છે. ત્રિશાલાના ઇટાલિયન બોયફ્રેન્ડનું થોડા સમય પહેલા મોત નીપજ્યું હતું.

આ ઘટના બાદ ત્રિશાલા પુરી રીતે તૂટી ચુકી હતી. પરંતુ સમય વીતતા બધું ભૂલીને આગળ વધવા લાગી છે.

 

View this post on Instagram

 

it’s been a while! 🌻 #hi

A post shared by 🧿 Trishala Dutt (@trishaladutt) on


ત્રિશાલા થોડા સમય પહેલા તેના એક દોસ્તના વેડિંગમાં નજરે આવી હતી. હાલમાં જ તેણીએ તેના બોયફ્રેન્ડના મૃત્યુને એક મહિનો થતા એક ફોટો શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

🕺🏻

A post shared by 🧿 Trishala Dutt (@trishaladutt) on


ત્રિશાલાએ ફોટો શેર કરી કેપશનમાં લખ્યું હતું કે, તે તેના બોયફ્રેન્ડને બહુજ મિસ કરી રહી છે.  ત્રિશાલાએ તેના બોયફ્રેન્ડના મોતની ખબર સોશિયલ મીડિયામાં શેર કરી હતી.  ત્રિશાલા તે સમયે બહુજ ઈમોશનલ થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

👼🏻🌤 #iloveyou #imissyou 🕊

A post shared by 🧿 Trishala Dutt (@trishaladutt) on


ત્રિશાલાએ લખ્યું હતું કે, ‘હું દુનિયાની સૌથી ખુશકિસ્મત યુવતી છું, તારી સાથે મુલાકાત થઇ. તું મારી અંદર હંમેશા માટે જીવતો રહીશ. હું તને હંમેશા યાદ કરીશ જ્યાં સુધી તું મને બીજી વાર નહીં મળે. છેલ્લા થોડા અઠવાડીયા મારી માટે બહુ તકલીફ ભર્યા રહ્યા છે. હું બહેતર થવાની કોશિશ કરી રહી છું. હું તને બહુજ યાદ કરું છું. હું એને બહુજ પ્રેમ કરું છું.


ત્રિશાલાએ ત્રણ અઠવાડિયા બાદ ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો જેમાં તે ડ્રેસ પહેરીને કોઈ ફંક્શનમાં જવા માટે તૈયાર થઇ છે. ત્રિશાલાએ આ ફોટો તેની માનસિક અવસ્થાના સાંકેતિક રૂપમાં દેખાડવા માટે પણ ઉપયોગ કર્યો છે.


તેને ફોટો શેર કરતા કેપશનમાં લખ્યું હતું કે,  નજીકના દોસ્તની બહેનના લગ્નમાં સામેલ થવા માટે ખુદને રાજી કરવા માટે, તૈયાર થવા માટે અને હસવા માટે મારે અંદરથી ઘણી તાકાત કરવી પડી છે.  મારો દોસ્ત  શાનદાર લાગતો હતો. જયારે દુલહન બહુજ સુંદર લાગી રહી હતી. હું જેટલો પસંદ કરું છું. તે મને તેટલો જ પસંદ કરે છે. ત્રિશાલાએ તેની મિત્રોનો પણ આભાર માન્યો હતો. જેને તૈયાર થવામાં આટલી મદદ કરી છે.


હાલમાં જ ત્રિશાલાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેના અને તેના પિતા સંજય દત્ત સાથેના સંબંધ સામાન્ય છે. ત્રિશાલા સાઈકિએટ્રિસ્ટ છે. અને ન્યુયોર્કમાં રહે છે.

 

View this post on Instagram

 

Happy Fathers Day Daddy @duttsanjay

A post shared by 🧿 Trishala Dutt (@trishaladutt) on

ત્રિશાલા સંજય દત્ત અને તેની  પૂર્વ પત્ની રિચા શર્માની પુત્રી છે. રિચાને બ્રેઈન ટયુમર હોવાને કારણે 1996માં મોત નીપજ્યું હતું.

 

View this post on Instagram

 

rodeo drive is my cardio 👠🇺🇸 #brb #ibelongincalifornia #justleavemehere #funinthesun

A post shared by 🧿 Trishala Dutt (@trishaladutt) on


Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks