મનોરંજન

32 વર્ષની થઇ ત્રિશાલા દત્ત, પિતા સંજય દત્તથી દૂર ન્યુયોર્કમાં રહે છે- જુઓ તસ્વીર

અરે બાપરે, શું ફિગર છે…. સાવકી મમ્મી માન્યતા કરતા પણ જબરદસ્ત ફિગર છે- જુઓ તસ્વીરોમાં

સંજય દત્તની લાડલી ત્રિશાલા દત્ત આજે 32મોં બર્થડે સેલિબ્રેટ કરી રહી છે. આ ખાસ દિવસે ત્રિશલાએ તેના ઇન્સ્ટાગ્રામ પર એક તસ્વીર શેર કરી છે. જેમાં તે ફૂલના ગુલદસ્તા સાથે નજરે ચડે છે.

આ તસ્વીર શેર કરતાની સાથે ત્રિશલાઆ કેપ્સનમાં લખ્યું હતું કે, જન્મદિવસની શુભકામના માટે બધાનો આભાર. ઓછામાં ઓછું કહેવું એ એક પડકારજનક વર્ષ છે, પરંતુ હું મારા સ્વાસ્થ્ય, કુટુંબ અને મિત્રોનો આભારી છું.

હું બધા પ્રેમ, સંદેશાઓ, કકોલ્સ, ભેટો, ફૂલો, કેક, ઇમેઇલ્સ વગેરેની પ્રશંસા કરું છું. હું તમને બધાને ખૂબ જ પ્રેમ કરું છું! મારો દિવસ ખાસ બનાવવા માટે અને હંમેશાં મારી સાથે રહેવા બદલ આભાર.

સંજય દત્તની દીકરી ત્રિશાલા પોતાની પર્સનલ લાઈફને લઈને ભૂતકાળમાં ઘણી ચર્ચામાં રહી છે. ગયા વર્ષે તેના બોયફ્રેન્ડનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું, જેને કારણે તેને મોટો આંચકો લાગ્યો હતો. પરંતુ ત્રિશલા આ દુઃખમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહી છે.

આ દુ: ખમાંથી બહાર નીકળવા માટે તેમણે અનેક થેરાપી અને દવાઓનો આશરો પણ લીધો છે. તાજેતરમાં ત્રિશલાએ તેના બોયફ્રેન્ડની પુણ્યતિથિ પર ભાવનાત્મક પોસ્ટ પોસ્ટ કરી હતી.

તમને જણાવી દઈએ કે ત્રિશલા ન્યૂયોર્કમાં ફેશન ડિઝાઇનિંગના ક્ષેત્રે પોતાનું નસીબ અજમાવી રહી છે. 2014 માં તેણે પોતાની પ્રથમ ડ્રીમ ટ્રેસેઝ હેર એક્સ્ટેંશન લાઇન શરૂ કરી. તેણે ન્યૂયોર્કની જ્હોન જે કોલેજ ઓફ ક્રિમિનલ જસ્ટિસમાંથી લોમાં ગ્રેજ્યુએટ કર્યું છે.

ત્રિશલા વિશે એવી ખબર પણ મળી રહી હતી કે, તે ફિલ્મોમાં કરિયર બનાવવા માંગે છે, પરંતુ સંજય દત્ત આ માટે તૈયાર નથી.

આ કારણોસર ત્રિશલા ન્યૂ યોર્કમાં ક્રિમિનલ લોમાં ગ્રેજ્યુએટ કર્યું છે. આ સાથે જ સાઇકોલોજીમાં માસ્ટર ડિગ્રી હાંસિલ કરી છે. ત્રિશલા હવે સાયકોલોજિસ્ટ છે. આ સાથે, ત્રિશલાએ ન્યૂ યોર્કમાં Dream Tresses નામનું હેર એક્સ્ટેંશન ક્લિનિક પણ ખોલ્યું છે

નોંધપાત્ર વાત એ છે કે ત્રિશલા સંજય દત્ત અને તેની પ્રથમ પત્ની રિચા શર્માની પુત્રી છે. સંજય દત્ત અને રિચા શર્માએ 1987 માં લગ્ન કર્યા હતા. જોકે બાદમાં રિચા શર્માનું બ્રેઈન ટ્યુમરના કારણે અવસાન થયું હતું.