રણબીર કપૂર સાથે ઇંટીમેટ સીન કરી છવાઇ ગઇ ‘ભાભી 2’ તૃપ્તિ ડિમરી, ટ્રોલ થવા પર આપ્યુ રિએક્શન

રણબીર કપૂર સાથે ઇંટીમેટ સીન પર તૃપ્તિ ડિમરીએ આપ્યો જવાબ, જણાવ્યુ કેવી રીતે શુટ થયો એ સીન

તૃપ્તિ ડિમરીએ ‘એનિમલ’માં રણબીર સાથે ઇંટીમેટ સીન પર ટ્રોલ થવા પર કર્યુ રિએક્ટ, ‘લિક માય શૂ’ પર કહી આ વાત

Triptii Reacts on Intimate Scenes With Ranbir : રણબીર કપૂર સ્ટારર ફિલ્મ ‘એનિમલ’ એક્ટ્રેસ તૃપ્તિ ડિમરીના કરિયરનો ટર્નિંગ પોઇન્ટ બની ચૂકી છે. નાના રોલ બાદ પણ તેને નેશનલ ક્રશ જેના ટાઇટલ્સથી નવાજવામાં આવી રહી છે. જો કે, ફિલ્મમાં તેના સીન્સ ઘણા ચેલેન્જિંગ હતા. કેટલાક લોકો આના પર નેગેટિવ ફિડબેક પણ આપી રહ્યા છે. આ વાતથી તૃપ્તિ થોડી પરેશાન છે. એક ઇન્ટરવ્યુમાં તેણે જણાવ્યુ કે રણબીર સાથે તેનો ઇંટીમેટ સીન કેવી રીતે શૂટ થયો હતો.

રણબીર સાથે ઇંટીમેટ સીન પર આપ્યો જવાબ

તૃપ્તિએ લિક માય શૂ’ એટલે કે જૂતા ચાટવાવાળા સીન પર પણ વાત કરી. તૃપ્તિ ડિમરીની ફિલ્મો પોસ્ટર બોયઝ અને લૈલા-મજનૂને દર્શકો મળ્યા ન હતા. નેટફ્લિક્સ ફિલ્મ બુલબુલથી તેણે લોકોના દિલમાં જગ્યા બનાવી. ત્યારે હવે એન્મિલ પછી તે દરેક જગ્યાએ છવાઇ ગઇ છે. તૃપ્તિ એનિમલમાં ઝોયાના રોલમાં છે. ફિલ્મમાં રણબીર સાથે તૃપ્તિનો બેડરૂમ સીન છે, જે એકદમ બોલ્ડ છે અને કેટલાક લોકોએ તેના પર ઘણી નેગેટિવ કોમેન્ટ્સ પણ કરી છે.

બુલબુલના રેપ સીન મારા માટે વધુ પડકારજનક હતા

ઇટાઇમ્સ સાથે વાત કરતી વખતે, તૃપ્તિએ આ સીન પર વાત કરી. તેણે કહ્યું, બુલબુલના રેપ સીન મારા માટે વધુ પડકારજનક હતા. તૃપ્તિ કહે છે કે, લોકો આ સીનની ખૂબ ટીકા કરી રહ્યા છે અને પહેલા તો હું પરેશાન થઈ ગઈ હતી કારણ કે મારી શરૂઆતની ફિલ્મોમાં મને બહુ ઓછી ટીકા મળી છે. આ વખતે બંનેનું મિશ્રણ હતું. જ્યાં સુધી લોકો મને સેટ પર આરામદાયક રાખે છે, જ્યાં સુધી મને લાગે છે કે હું યોગ્ય કરી રહી છું, હું આ કરવાનું ચાલુ રાખીશ કારણ કે એક્ટર બનવું મારી પસંદગી હતી. તૃપ્તિએ રણબીર અને ટીમના વખાણ કર્યા.

સીન કેવી રીતે શૂટ કરવામાં આવ્યો

સીન કેવી રીતે શૂટ કરવામાં આવ્યો તે વિશે જણાવતા તેણે કહ્યુ કે, સેટ પર માત્ર 4 લોકો હતા. હું, રણબીર, સંદીપ સર અને ડીઓપી (ફોટોગ્રાફીના નિર્દેશક). દર 5 મિનિટે તેઓ પૂછતા તમે ઠીક છો ? કંઈ જોઈએ છે? રણબીરે પણ પૂછ્યું કે હું આ કેવી રીતે કરવા માંગુ છું. જ્યારે તમારી આસપાસના લોકો તમને ખૂબ આરામદાયક લાગે, ત્યારે તે બિલકુલ વિચિત્ર નથી લાગતું.

‘લિક માય શૂ’ પર પણ આપી પ્રતિક્રિયા

તૃપ્તિએ કહ્યું કે જે લોકો નથી જાણતા કે આ સીન કેવી રીતે શૂટ કરવામાં આવ્યા છે તેમના માટે આ આઘાતજનક હશે. તેમની કલ્પના તેમને ગમે ત્યાં લઈ જઈ શકે છે. ફિલ્મમાં એક સીન છે જેમાં તૃપ્તિને રણબીર લિક માય શૂ એટલે કે શૂઝ ચાટવાનું કહે છે, જ્યારે તૃપ્તિને પૂછવામાં આવ્યું કે ઘણી મહિલાઓ આ સીન પર ગુસ્સે છે. લોકો કહે છે કે આવું કેમ કરવામાં આવ્યું? તો જવાબમાં તૃપ્તિએ કહ્યું, જો હું તૃપ્તિની જેમ વિચારીશ તો હું પણ આવું નહીં કરું.

એનિમલ સિક્વલ ‘એનિમલ પાર્ક’માં પણ મળશે જોવા 

હું અભિનયના ક્લાસમાં શીખી છું કે હું જે પણ પાત્ર ભજવું છું, દરેક વ્યક્તિની સારી અને ખરાબ બાજુઓ હોય છે. તમે તમારો ગંદો ચહેરો દરેકને બતાવી શકતા નથી. તમે લોકોની સામે સારા રહેશો. એ ગંદો ચહેરો તમને ફિલ્મોમાં પણ જોવા મળશે. ફિલ્મ એવું નથી કહેતી કે લોકોએ આવું કરવું જોઈએ. આ પાત્રની ગંદી બાજુ છે. જણાવી દઇએ કે, તૃપ્તિ એનિમલ સિક્વલ ‘એનિમલ પાર્ક’માં પણ જોવા મળશે, આ હિંટ ફિલ્મમાં છેલ્લે મળી હતી.

Shah Jina