“એનિમલ” ફિલ્મમાં ભાભી 2ના પાત્રમાં બોલ્ડ સીન આપીને રાતોરાત ફેમસ થઇ જનારી અભિનેત્રીના માતા પિતાએ જયારે જોયા તેના બોલ્ડ સીન ત્યારે શું થયું ? જુઓ

“અમે ફિલ્મોમાં ક્યારેય આવું નથી જોયું અને તે આવું કરી દીધું ?” એનિમલ ફિલ્મમાં તૃપ્તિ ડિમરીના બોલ્ડ સીન જોયા બાદ સામે આવ્યું તેના માતા પિતાનું રિએક્શન, જુઓ શું કહ્યું ?

Triptii Dimri Reveals Her Parents reaction : 1 ડીસેમબરના રોજ સિનેમાઘરોમાં આવેલી ફિલ્મ “એનિમલ”ની ચર્ચાઓ આજે ઠેર ઠેર થતી જોવા મળે છે. આ ફિલ્મના સીન ઉપરાંત તેના કલાકારો પણ ખુબ જ ચર્ચામાં આવી ગયા છે.

ફિલ્મે બોક્સ ઓફિસ પર પણ સારી એવી કમાણી કરી લીધી છે, ત્યારે ફિલ્મમાં એક એવું પાત્ર જોવા મળ્યું જેને રાતોરાત પ્રસિદ્ધિ મળી ગઈ અને તે પાત્ર હતું ફિલ્મમાં જોવા મળેલ ભાભી 2 એટલે કે ઝોયાનું. જેને અભિનેત્રી તૃપ્તિ ડીમરીએ નિભાવ્યું છે.

એનિમલ ફિલ્મમાં આપ્યા બોલ્ડ સીન :

આ ફિલ્મમાં તૃપ્તિએ રણબીર સાથે ખુબ જ બોલ્ડ સીન પણ આપ્યા છે. ત્યારે ફિલ્મ ‘એનિમલ’માં તૃપ્તિ ડિમરીનો સીન માત્ર થોડી મિનિટોનો હતો, પરંતુ તેમાં પણ એક્ટ્રેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. આ ફિલ્મમાં રણબીર કપૂર સાથેના તેના ઈન્ટીમેટ સીન્સે સૌથી વધુ હેડલાઈન્સ મેળવી હતી.

હવે તૃપ્તીએ જણાવ્યું છે કે તેના માતા-પિતાએ ઈન્ટીમેટ સીન પર કેવી પ્રતિક્રિયા આપી હતી. ‘એનિમલ’ તૃપ્તિ ડિમરી માટે એક વળાંક લાવ્યો, જેણે ‘બુલબુલ’ અને ‘કાલા’ જેવી ફિલ્મોમાં પોતાની અભિનય કુશળતા બતાવી હતી.

માતા પિતાનું સામે આવ્યું રિએક્શન :

બીજી લીડ હોવા છતાં, તૃપ્તિએ રશ્મિકા મંદાના કરતાં વધુ પ્રસિદ્ધિ મેળવી હતી. રણબીર કપૂર સાથેના તેના ઈન્ટીમેટ સીને બધાને ચોંકાવી દીધા હતા. તેના માતા-પિતાને પણ આશ્ચર્ય થયું. બોલિવૂડ હંગામા સાથેની વાતચીતમાં તૃપ્તિ ડિમરીએ ખુલાસો કર્યો કે, “મારા મમ્મી પપ્પાને શૉક લાગ્યો હતો

, તેમણે કહ્યું “અમે ફિલ્મોમાં ક્યારેય આવું નથી જોયું અને તે આવું કરી દીધું ?” તેમને આ વાત પચવામાં સમય લાગ્યો, જો કે તેમણે મારી સાથે સારું વર્તન કર્યું, અને જાણે તેઓ કહેવા માંગતા હોય, “તારે આ નહોતું કરવું જોઈતું, પણ કાંઈ વાંધો નહીં, માતા પિતા તરીકે આપણે એવું જ અનુભવીએ છીએ !”

તૃપ્તિનું કેરિયર :

29 વર્ષની તૃપ્તિ ડિમરીએ ફિલ્મ ‘લૈલા મજનુ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે ‘બુલબુલ’ અને ‘કાલા’માં પણ પોતાની ક્ષમતા સાબિત કરી છે. આ ત્રણેય ફિલ્મોને OTT પ્લેટફોર્મ પર સારો પ્રતિસાદ મળ્યો હતો. તૃપ્તિને સિલ્વર સ્ક્રીન પર પહેલી તક ‘એનિમલ’ સાથે મળી, જેમાં તેણીનો દબદબો હતો. એવા અહેવાલો છે કે તે અનિલ રવિપુડીની આગામી ફિલ્મ ‘માસ મહારાજા’થી સાઉથ સિનેમામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આમાં તે રવિ તેજા સાથે જોવા મળશે.

Niraj Patel