રણબીર કપૂરની હિરોઇને ગામમાં જીવી દેસી લાઇફ, ખેતરમાં કામ કરતી જોવા મળી એક્ટ્રેસ

ચૂલા પર રોટલી કરતી જોવા મળી રણબીરની હિરોઇન તૃપ્તિ ડિમરી, ગામડામાં જીવી દેસી લાઇફ

ફિલ્મ એનિમલમાં ઝોયાનો રોલ પ્લે કરી નેશનલ ક્રશ બની ચૂકેલી એક્ટ્રેસ તૃપ્તિ ડિમરી તેની ગ્લેમરસ અદાઓ માટે ઘણી ફેમસ છે. પણ શું તમે ક્યારેય તૃપ્તિને ગામડાની દેસી લાઇફ જીવતી જોઇ છે ? એક્ટ્રેસનો એક જૂનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે ચૂલા પર રોટલી સેકતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં એક્ટ્રેસનો લુક પણ દેસી છે. તૃપ્તિએ યલો અને વ્હાઇટ સલવાર સૂટ પહેર્યો છે. તેની સાથે બે છોકરીઓ પણ જોવા મળી રહી છે.

ખેતરમાં અને ચૂલા પર કામ કરતી જોવા મળી એનિમલની ઝોયા

તૃપ્તિ ઉત્તરાખંડ સ્થિત તેના ગામમાં ખેતરમાં કામ કરતી પણ નજર આવી રહી છે, જેમાં તે બ્લૂ પ્રિન્ટેડ સલવાર સૂટમાં જોવા મળી રહી છે. આ ઉપરાંત તે ઘણી ખુશ પણ દેખાઇ રહી છે. એક્ટ્રેસના ગાઉન્ડેડ નેચરની લોકો ઘણી તારીફ કરી રહ્યા છે. તૃપ્તિની ક્યુટનેસના લોકો કાયલ થઇ રહ્યા છે. તૃપ્તિ ડિમરી, લેલા મજનૂ, બુલબુલ, કલા જેવા પ્રોજેક્ટ્સમાં જોવા મળી છે. જો કે, એનિમલ તેના માટે ગેમ ચેન્જર સાબિત થઇ અને તેને આ ફિલ્મબાદ નેશનલ ક્રશનો પણ ટેગ મળ્યો. આ ફિલ્મ બાદ તૃપ્તિ ડિમરીની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઇ છે.

એનિમલ ફિલ્મના સિક્વલમાં પણ જોવા મળશે તૃપ્તિ 

ફિલ્મની સુપર સક્સેસ સાથે તૃપ્તિનું કરિયર ઉડાન લઇ ચૂક્યુ છે. એનિમલ ફિલ્મના સિક્વલમાં પણ તૃપ્તિ જોવા મળશે. ઝોયાના રોલમાં તૃપ્તિએ ફિલ્મમાં ઘણી બોલ્ડનેસ બતાવી છે. ફિલ્મમાં રણબીર સાથેના તેના ઇંટીમેટ સીન્સ અને બેડ સીન્સની ખૂબ ચર્ચા થઇ હતી. આ સીન્સ ફિલ્મ રીલિઝ બાદ સેંસેશન બની ગયા. તૃપ્તિ અને રણબીરની ફ્રેશ પેયરિંગ લોકોને ઘણી પસંદ આવી. ફિલ્મ ‘એનિમલ’ની સફળતાથી તૃપ્તિ ડિમરીના કરિયરમાં મોટો બદલાવ આવ્યો છે.

અનુષ્કાના ભાઇ કર્ણેશ શર્માને કરતી હતી ડેટ

જો કે, હાલમાં એવી ચર્ચા ચાલી રહી છે કે ફિલ્મ ‘એનિમલ’ની સફળતાનો આનંદ માણી રહેલી તૃપ્તિ ડિમરીએ તેના બોયફ્રેન્ડ કર્ણેશ શર્માથી અંતર જાળવવાનું શરૂ કરી દીધું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ દિવસોમાં તૃપ્તિ ડિમરી ગોવાના એક બિઝનેસમેનને ડેટ કરી રહી છે. તૃપ્તિ ડિમરીએ અનુષ્કા શર્માના ભાઈ અને ફિલ્મમેકર કર્ણેશ શર્માની ફિલ્મ ‘બુલબુલ’માં કામ કર્યું હતું.

ગોવાના બિઝનેસમેનને ડેટ કરી રહી હોવાની ચર્ચા

આ ફિલ્મ કર્ણેશ શર્માએ તેની બહેન અનુષ્કા શર્મા સાથે મળીને પ્રોડ્યુસ કરી હતી. કહેવાય છે કે આ ફિલ્મના શૂટિંગ દરમિયાન તૃપ્તિ અને કર્ણેશ એકબીજાની નજીક આવ્યા. તૃપ્તિ ડિમરીએ પોતે જાહેરમાં અનુષ્કા શર્માના ભાઈ કર્ણેશ શર્મા સાથેના સંબંધોની જાહેરાત કરી હતી કે તે કર્ણેશ શર્માને ડેટ કરી રહી છે. એવી પણ ચર્ચા હતી કે બંને જલ્દી લગ્ન કરી શકે છે. જો કે, હાલમાં એવા અહેવાલો છે કે તૃપ્તિ ગોવાના બિઝનેસમેન સેમ મર્ચન્ટને ડેટ કરી રહી છે. સેમ મર્ચન્ટની ગોવામાં રેસ્ટોરન્ટ છે.

Shah Jina