પાલનપુર-અમદાવાદ હાઇવે પર ટ્રિપલ અકસ્માત : ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે જબરદસ્ત ટક્કર, કારમાં સવાર 3 લોકોના થયા દુઃખદ મોત

મોતની ચિચિયારીઓથી ગુંજી ઉઠ્યો અમદાવાદ-પાલનપુર હાઇવે, ભીષણ અકસ્માતમાં કારની અંદર સવાર 3 લોકોના મોત

Triple Accident On Palanpur Highway : ગુજરાતમાં રોડ અકસ્માતના મામલાઓ સતત વધી રહ્યા છે અને રોજ બરોજ કોઈને કોઈના અકસ્માતમાં મોત થયાની ખબર સામે આવતી હોય છે. ત્યારે હાલ એક ગમખ્વાર અકસ્માતની ઘટના અમદાવાદ-પાલનપુર હાઇવે પર ઘટી હતી, જેમાં ટ્રિપલ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર 3 લોકોના મોત નિપજ્યા હતા. નેશનલ હાઇવે પર આ ગમખ્વાર અકસ્માતની ઘટના બનતા જ ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.

આ બાબતે પ્રાપ્ત માહિત અનુસાર પાલનપુર-અમદાવાદ હાઇવે પર આવેલા ભરકાવાડા પાટિયા નજીક આ ટ્રિપલ અકસ્માતની ઘટના બની હતી, જેમાં ટ્રેલર, ટ્રક અને કાર વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો. જેમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા, જ્યારે 4 લોકો ગંભીર રીતે ઘાયલ થતા તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાને લઈને પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. આ ઘટના બાદ લોકોના ટોળા પણ ઘટના સ્થળે એકઠા થઇ ગયા હતા. હાલ મૃતકોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા. તો બીજી તરફ અમીરગઢના વિરમપુર ડાભેલી અજાપુરા પાટિયા પાસે પણ છોટા હાથી અને એક્ટિવા ચાલક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

આ ઘટનામાં પણ એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જયારે અન્ય એક વવયક્તિ ઘાયલ થતા તેને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો થયો. આ ઘટનાને લઈને અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Niraj Patel