હેરાન કરી દેશે આશ્રમની બબીતાનો બિકિ અવતાર, સ્વિમિંગ પુલમાં બ્લૂ બિકિ પહેરીને ઉતરી ગઈ, પાછા ફોટોસ પણ બધાને દેખાડ્યા

વેબ સીરીઝ ‘આશ્રમ’માં પોતાના બોલ્ડ લુક અને અભિનયથી ચર્ચાઓ મેળવનારી ત્રિધા ચૌધરી સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તે અવાર નવાપ ચાહકો વચ્ચે ચર્ચામાં રહેવા માટે દિલચસ્પ પોસ્ટ શેર કરે છે. ત્યાં હાલમાં જ કંઇક આવું ફરી એકવાર થયુ છે. ત્રિધાનો એક વીડિયો આ દિવસોમાં ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. જેમાં તે સ્વિમીંગ કરતી નજર આવી રહી છે. અભિનેત્રીએ હાલમાં જ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અંડરવોટર વીડિયો શેર કર્યો હતો, જેના પર ચાહકોએ ખૂબ પ્રેમ પણ લૂંટાવ્યો હતો.

વીડિયોમાં અભિનેત્રીનો ફરી એકવાર બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો. આ વીડિયોમાં ત્રિધાનો સિઝલિંગ લૂક જોઈને ફેન્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘણા લોકોએ તો એમ પણ કહ્યું છે કે ત્રિધા પોતાની સ્ટાઈલથી પાણીમાં આગ લગાવી રહી છે. વીડિયોમાં ત્રિધા પૂલમાં મસ્તી કરતી અને સ્વીમિંગ કરતી જોવા મળી રહી તે તેના બ્લૂ બિકી લુકને ફ્લોન્ટ કરી રહી છે. વીડિયોમાં ત્રિધા પાણીની અંદર જાય છે અને થોડા સમય માટે પાણીની અંદર જ રહે છે.

આ વીડિયોને શેર કરતી વખતે ત્રિધાએ કેપ્શનમાં પોતાની લાગણીઓની પાણી સાથે સરખામણી કરતા લખ્યું – ‘તે લાગણીઓના ઊંડાણમાં જવા જેવું છે’. ત્રિધાના આ લુકને જોઈને ફેન્સ પાગલ થઈ રહ્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં લોકોએ કહ્યું છે કે અભિનેત્રીએ પાણીમાં આગ લગાવી દીધી છે. ચાહકોની સાથે-સાથે અનેક સેલિબ્રિટીઓ પણ ત્રિધાના આ વીડિયો પર કમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. પ્રોજેક્ટની વાત કરીએ તો, તે ટૂંક સમયમાં એક મોટા બજેટ મ્યુઝિક વિડિયો ‘ધુઆં ધુઆં’માં જોવા મળશે.

તમને જણાવી દઈએ કે કોલકાતાની રહેવાસી ત્રિધા ચૌધરી રીલની સાથે સાથે રિયલ લાઈફમાં પણ ખૂબ જ બોલ્ડ છે. તેણે ‘આશ્રમ’માં તેના અભિનયથી ખૂબ જ ધૂમ મચાવી હતી.’આશ્રમ’ દ્વારા લોકોને તેના અભિનયથી દિવાના બનાવનાર ત્રિધા ચૌધરીએ ઘણી હેડલાઇન્સ બનાવી હતી. હવે ત્રિધા ચૌધરી તેના નવા અવતારમાં ‘ધુઆં-ધુઆં’ દ્વારા ફરી એકવાર લોકોના દિલ જીતવા જઈ રહી છે. આ મ્યુઝિક વિડિયો હોળી 2023માં રિલીઝ કરવાની યોજના છે.

 

View this post on Instagram

 

A post shared by ♥️ (@bong_divas22)

આશ્રમથી પોતાની ખાસ ઓળખ બનાવનાર ત્રિધા આજે ગ્લેમર જગતમાં મોટું નામ બની ગઈ છે. ત્રિધાએ સ્ટાર પ્લસના શો દહલીઝથી ટેલિવિઝનમાં પ્રવેશ કર્યો હતો. આ પછી તેણે બંગાળી, તેલુગુ અને તમિલ સહિત ઘણી ભાષાઓમાં ફિલ્મો કરી. તે બોલિવૂડ ફિલ્મ શમશેરામાં પણ જોવા મળી હતી. જો કે, તેને વાસ્તવિક ઓળખ એમએક્સ પ્લેયર પર વેબ સિરીઝ આશ્રમથી મળી.

 

View this post on Instagram

 

A post shared by Tridha Choudhury (@tridhac)

Shah Jina