પગ ઊંચો કરી ખુરશી પર બેસીને ‘આશ્રમ’ની બબીતાએ મચાવ્યો હલ્લો, લોકો બોલ્યા-બાબા નિરાલાથી બચીને રહેજે…

અભિનેતા બોબી દેઓલની ચર્ચિત વેબ સિરીઝ આશ્રમ ખુબ જ હીટ રહી છે. આ સિરીઝ સફળ થયા બાદ લગાતાર તેની ત્રણ સીઝન પણ રિલીઝ થઇ ચુકી છે. સીરીઝનો ત્રીજો ભાગ થોડા સમય પહેલા જ રિલીઝ થયો હતો.આ સીરીઝને લીધે દર્શકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેનો ચોથો ભાગ પણ વર્ષ 2023માં રિલીઝ થવાનો છે. બોબી દેઓલ આ સિરીઝમાં કાશીપુર વાલે બાબા નિરાલાની મુખ્ય ભૂમિકામાં છે.આ સીરીઝ જેટલી હિટ રહી છે તેટલા જ હિટ સિરીઝના કલાકારો પણ થયા છે. તેમાંની જ એક એભિનેત્રી છે ત્રિધા ચૌધરી.

 

View this post on Instagram

 

A post shared by 🪬Tridha Choudhury🪬 (@tridhac)

ત્રિધા સિરીઝના દરેક ભાગમાં જોવા મળી હતી, અને તેમાં તેનો હદથી પણ વધારે બોલ્ડ અવતાર જોવા મળ્યો હતો, સિરીઝમાં ત્રિધાના આવા અવતારને જોઈને ચાહકો પણ પાણી પાણી થઇ ગયા હતા અને ત્રિધા સોશિયલ મીડિયામાં સતત ચર્ચામાં બનેલી રહે છે. ત્રિધા સોશિયલ મીડિયા પર ઘણી સક્રિય રહે છે અને પોતાની એકથી એક કાતિલાના તસવીરો શેર કરતી રહે છે. સિરીઝમાં બોલ્ડ જોવા મળતી ત્રિધા અસલ જીવનમાં પણ બોલ્ડ અને આકર્ષક છે.

 

View this post on Instagram

 

A post shared by 🪬Tridha Choudhury🪬 (@tridhac)

તેની સ્માઇલ પર લાખો લોકો દીવાના બની જાય છે, ત્રિધાનું એકાઉન્ટ પણ તેની એકથી એક ગોર્જીયસ તસ્વીરોથી ભર્યું પડ્યું છે. સિરીઝમાં બાબા નિરાલા સામે ઇન્ટીમેન્ટ સીન્સ આપીને  ત્રિધા લોકોની નજરોમાં આવી ગઈ હતી.  બબીતાની ભૂમિકા ભજવનાર ત્રિધા ચૌધરી ઈન્ટીમેટ સીન્સને કારણે હેડલાઈન્સમાં રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by 🪬Tridha Choudhury🪬 (@tridhac)

એવામાં એકવાર ફરીથી ત્રિધાએ પોતાની ગ્લેમર તસ્વીર શેર કરીને ચાહકોને પાણી પાણી કરી દીધા છે. ત્રિધાએ લેટેસ્ટ ફોટોશૂટ કર્યું છે અને ઇન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યું છે. સામે આવેલી તસવીરમાં ત્રિધાએ મલ્ટી કલરનો એકદમ શોર્ટ ડ્રેસ પહેર્યો છે, જેમાં તે હંમેશાની જેમ એકદમ કાતિલાના લાગી રહી છે. ત્રિધાનો આ ડ્રેસ સ્ટ્રેપી છે.

 

View this post on Instagram

 

A post shared by 🪬Tridha Choudhury🪬 (@tridhac)

આ આઉટફિટ સાથે ત્રિધાએ લાઈટ મેકઅપ કર્યો છે અને પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.આ આઉટફિટમાં ત્રિધા પોતાનો એક પગ ઊંચો રાખી ખુરશી પર બેસીને હોટ પોઝ આપી રહી છે અને તેની ક્યૂટ સ્માઈલે ચાહકોનું દિલ જીતી લીધું છે. ત્રિધાનો આ લુક તેને એકદમ બોલ્ડ બનાવી રહ્યો છે. તસ્વીર શેર કરીને ત્રિધાએ કેપ્શનમા લખ્યું કે,”વિકેન્ડ માટે ઉત્સાહિત”.ત્રિધા આ લુકમાં એકદમ હોટ લાગી રહી છે અને તેની તસ્વીર ચાહકોએ ખુબ પસંદ કરી છે અને કમેન્ટ્સનો વરસાદ કર્યો છે. એક ચાહકે તો કમેન્ટમાં સલાહ આપતા કહ્યું કે, ‘બાબા નીરાલાથી બચીને રહેજે’.

 

View this post on Instagram

 

A post shared by 🪬Tridha Choudhury🪬 (@tridhac)

ત્રિધાએ કારકિર્દીની શરૂઆત તેલુગુ ફિલ્મો દ્વારા કરી હતી. તેની પહેલી ફિલ્મ Mishawr Rawhoshyo હતી જે 2013માં રિલીઝ થઇ હતી. ત્રિધા બંગાળી ફિલ્મો અને શોર્ટ ફિલ્મોમાં પણ કામ કરી ચુકી છે. જો કે ત્રિધાને ઓળખ અને લોકપ્રિયતા ટીવી સિરિયલ દહલીજ દ્વારા મળી હતી, જેમાં તેણે સ્વાધીનતાનો રોલ નિભાવ્યો હતો. આ સિવાય ત્રિધા Bandish Bandits ફિલ્મમાં પણ જોવા મળી હતી.

 

View this post on Instagram

 

A post shared by 🪬Tridha Choudhury🪬 (@tridhac)

વેસ્ટ બંગાળમાં જન્મેલી ત્રિધા અત્યાર સુધીમાં 10 ફિલ્મોમાં કામ કરી ચુકી છે અને તેણે પોતાનો શરૂઆતનો અભ્યાસ કલકત્તામાંથી કર્યો હતો. આશ્રમમાં બોલ્ડ સીન્સ આપીને ત્રિધાની લોકપ્રિયતા અનેક ગણી વધી ગઈ છે અને આ સિરીઝ બાદ તેને લગાતાર નવા નવા પ્રોજેક્ટ મળી રહ્યા છે. ત્રિધા રણબીર કપૂરની ફિલ્મ શમશેરામા પણ ખાસ કિરદારામ જોવા મળી રહી છે, જે 22 જુલાઈના રોજ રિલીઝ થઇ ચુકી છે.

Krishna Patel