ખબર

એક ડ્રાઈવરની અંતિમ યાત્રામાં લોકોનો જમાવડો, IAS-IPS પણ જોડાયા- જુઓ તસ્વીરો આંખ ભીની થઇ જશે

કહેવામાં આવે છે કે, સાચા માણસની ઓળખ તેના કર્મથી જ હોય છે. તેના મૃત્યુ બાદ પણ લોકો તેને નથી ભૂલી શકતા. આવી જ કંઈક ઘટના ત્યારે જોવા મળી જયારે બાડમેરના જાણીતા ઉધોગપતિ તનસિંહ ચૌહાણનો પાર્થિવ દેહના બુધવારે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તનસિંહની અંતિમ યાત્રામાં આઈએએસ અને આઇપીએસ અને રાજસ્થાનના તમામ પાર્ટીના નેતા શામેલ થયા હતા. તનસિંહની છેલ્લી ઝલક જોવા માટે લોકો દૂર-દૂરથી આવ્યા હતા. તન સિંહનનું મંગળવારે બીમારીના કારણે મોત નીપજ્યું હતું.

Image Source

બુધવારે અંતિમ દર્શન માટે તનસિંહ ચૌહાણના નિવાસ બાડમેરમાં લગભગ 2 કલાક સુધી પુષ્પાંજલિ અર્પણ કરવાની લાઈન લાગી હતી. સોશિયલ મીડિયામાં લોકોએ તેની અંતિમ યાત્રાનો વિડીયો શેર કરીનને લખ્યું હતું કે, આજે અમે સમાજસેવી તનસિંહ ચૌહાણને અંતિમ વિદાઈ આપી છે.

Image Source

જણાવી દઈએ કે, તનસિંહ જાણીતા ઠેકેદાર, ઉદ્યોગપતિ અને સામાજિક કાર્યકર હતા. તનસિંહે 40 વર્ષ પહેલા જે ટ્રક તેને ખરીદો હતો તેના પર જ તેની અંતિમ યાત્રા નીકળી હતી. તનસિંહે તેની કરિયરની શરૂઆત ટ્રક ડ્રાઈવરથી કરી હતી. થોડા દિવસ પહેલા તેના હાલચાલ જાણવા માટે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજ સિંધિયા પહોંચ્યા હતા.

Image Source

તનસિંહ બાડમેર જિલ્લાના 18 કિલોમીટર દૂર જુના ગામમાં જન્મ્યા હતા. ડ્રાઈવરથી કરિયર શરૂ કરવા માટે ચૌહાણે ઠેકેદારીથી કામ શરૂ કર્યું હતું. તેને ધીરે-ધીરે આખા રાજસ્થાનમાં તેનું કામ ફેલાવી દીધું હતું. બાદમાં ભારતના દરેક રાજ્યમાં ઠેકેદારીનું કામ કરવા લાગ્યા હતા. આ રીતે કરોડ પતિ બની ગયા હતા.

રાજસ્થાનના જાટના નેતા અને બીજેપીના પૂર્વ સાંસદ કર્નલ સોમરામ ચૌધરીએ જણાવ્યું હતું કે, તેની સરળતાનો કોઈ દીવાનો નથી. જયારે-જયારે બાડમેરનો માહોલ બગડ્યો હોય તો સરકારથી લઈનેસ્થાનીય પ્રસાશન તેની મદદ લે છે.

Image Source

તનસિંહના સૂત્રોએ જણાવ્યું હતું કે, સરકાર કોઈની પણ હોય પરંતુ બધી પાર્ટીઓના મુખ્યમંત્રી તેની નજીક હોય છે. તનસિંહે કયારે પણ સક્રિય રીતે કોઈ પણ રાજનીતિમાં ભાગ લીધો ના હતો. તો બીજી તરફ હંમેશા તેનાથી દુરી બનાવી રાખી હતી. તન સિંહ સામાન્ય લોકોની બાજુમાં બેસીને સુખ-દુઃખ વેંચતા હતા.

Image Source

તનસિંહ ગરીબ માટે ફરિસ્તો હતા. જે લોકોને કોર્ટ-કચેરીમાં ન્યાય મળતો ના હતો તે લોકો તન સિંહ પાસે જઈને મદદ માંગતા હતા. રાજસ્થાનના કદાવર નેતા દેવીસિંહ ભાટીને કહેવું છે કે, આવા લોકો લાખો-કરોડોમાં હોય છે જે હંમેશા ગરીબોની લડાઈ લડે છે. તેને કોઈ પણ વાતનો ધમંડ નથી હોતો.

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.