એક વરરાજા બે કન્યા: બે છોકરીઓ સાથે એક યુવકે કર્યો પ્રેમ, 4 વર્ષ સુધી કરી ડેટ અને હવે કરી રહ્યો છે બંને સાથે ધૂમધામથી લગ્ન

આજના સમયમાં ઘણા લોકો એવા છે જેમને લગ્ન માટે કન્યા નથી મળી રહી તો ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવે છે કે ઘણા લોકો લગ્ન પછી પણ અન્ય મહિલાઓ અને યુવતીઓ સાથે સંબંધો પણ બાંધતા હોય છે. તો ઘણા લોકો એક સાથે બે લગ્નો પણ કરતા હોય છે, જો કે હિન્દૂ ધર્મની અંદર એક જ લગ્ન માન્ય ગણવામાં આવે છે. છતાં પણ કેટલાક લોકો બે લગ્નો કરે છે.

આવી જ એક ઘટના હાલ સામે આવી રહી છે. જેમાં ભણતા ભણતા એક યુવકને બે યુવતીઓ સાથે પ્રેમ થઇ ગયો અને હવે બંને સાથે આ યુવકે લગ્ન કર્યા છે. આ લગ્નને સમગ્ર પંથકમાં ભારે કુતુહલ પણ સર્જ્યું છે. કારણ કે યુવકના બંને યુવતીઓ સાથેના આ લગ્ન પણ ખુબ જ ધામધૂમથી કરવામાં આવ્યા હતા.

આ સમગ્ર મામલો આદિલાબાદ જિલ્લાના ઉતનુર મંડલના ધનપુર ગામનો છે. અહીંયાના રહેવાસી અર્જુન નામના એક યુવકને બે છોકરીઓ સાથે પ્રેમ થઇ ગયો. કથિત રીતે તેને ચાર વર્ષ સુધી બંને સાથે ડેટ કર્યું.  જયારે બંને છોકરીઓને આ વાતની ખબર પડી ત્યારે તે બંને અર્જુન સાથે લગ્ન કરવા તૈયાર થઇ ગઈ. જો કે સ્થાનિક લોકોનું કહેવું છે કે આદિવાસી સમુદાયમાં એક સાથે બે મહિલાઓ સાથે લગ્ન કરવા કોઈ અસામાન્ય વાત નથી.

14 જૂનના રોજ અર્જુને ગામની અંદર જ બંને યુવતીઓ સાથે ધામધૂમથી લગ્ન કર્યા, જેમાં સમુદાયના લોકો પણ હાજર રહ્યા હતા. અર્જુને બી.એડ. નો અભ્યાસ કર્યો છે પરંતુ હજુ તેને નોકરી નથી મળી, તે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે.


અર્જુનને પહેલા તેના ફોઈની દીકરી ઉષા રાની સાથે પ્રેમ થયો હતો, જેના થોડા સમય બાદ અર્જુનને તેના જ એક આંટીની દીકરી સુરેખા સાથે પણ પ્રેમ થઇ ગયો, જ્યાં અર્જુનના લગ્ન કરવાનું પરિવારજનોએ નક્કી કર્યું ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી અને બંને યુવતીઓ અર્જુન સાથે રાજીખુશીથી લગ્ન કરવા માટે તૈયાર થઇ ગઈ.

Niraj Patel