દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક

‘સપનાની ઉડાન’: આજે મળો આદિવાસી દીકરીને જે બની પાયલટ- વાંચો અનુપ્રિયાની પ્રેરણાદાયક સ્ટોરી

ઓડિશાના અતિ પછાત આદિવાસી અને નક્સલ પ્રભાવિત મલકાનગીરી જિલ્લાની દીકરી અનુપ્રિયા લાકડાએ તેની તનતોડ મહેનત અને લગનથી આજે પહેલી આદિવાસી મહિલા પાઇલોટ બની ગઈ છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે અનુપ્રિયાને શુભેચ્છા આપી છે.

Image Source

અનુપ્રિયાએ વર્ષો પહેલા આકાશમાં ઉડવા માટે સપનું જોયું હતું. તેનું આ સપનું પૂર્ણ કરવાં માટે અનુપ્રિયાએ એન્જીનીયરનું ભણતર પણ છોડી દીધુ હતું.

Image Source

ઓડિશા પોલીસમાં હવાલદાર તરીકે ફરજ બજાવતા મારનીયમ લકડા જમાજનું પુત્રી અનુપ્રિયા મલકાનગરી જિલ્લાની રહેવાસી છે. અનુપ્રિયાની માતા ગૃહિણી છે. અનુપ્રિયાએ દીપ્તિ કોન્વેન્ટ સ્કૂલમાં પ્રાથમિક શિક્ષણ લીધા બાદ વધુ ભણતર માટે સિમીલીગુડા ચાલી ગઈ હતી. ત્યરબાદ ભવનેશ્વર સ્થિત એન્જીનીયરીંગ કોલેજમાં ભણતી હતી. હાલામાં પાયલોટ બનવા માટે એન્જીનીયરીંગનું ભણતર વચ્ચેથી જ છોડી દીધું હતું.

Image Source

ત્યારબાદ તેણીએ ભુવનેશ્વરના ગોચી ઇન્ડસ્ટ્રીઝના શિક્ષણ માટે એડમિશન લીધું હતું. અહીંથી અનુપ્રિયાને બેંગ્લોર, મુંબઈમાં પાયલોટનું ભણવા માટે પ્રવેશ પરીક્ષણમાં સફળતા હાંસિલ કરી હતી.અનુપ્રિયાએ 2012માં પાયલોટનું ભણવાનું ચાલુ કર્યું હતું. તેના માટે તેને સ્ટાઇપેન્ડડ પણ મળતું હતું. પાયલોટ શિક્ષણમાં સફળતા બાદ અનુપ્રિયાને એક જાણિતી એરલાઇન્સ કંપનીમાં કો-પાઇલોટ બની ચુકી છે.

Image Source

23 વર્ષીય અનુપ્રિયાએ તેની આ સફળતાનો શ્રેય તેના માતા-પિતાને આપે છે. ઓડિશા આદિવાસી કલ્યાણ મહાસંઘ અધ્યક્ષ નિરંજન બીસીએ કહ્યું હતું કે, અનુપ્રિયા લાકડા આદિવાસી સમુદાયની જ નહિ. પરંતુ ઑડિશાની પહેલી મહિલા પાયલોટ છે. તેઓએ વધુમાં કહ્યું હતું કે, આ એક એવો જિલ્લો છે. જ્યાં રેલવેની લાઈન નથી. પરંતુ અહીંના આદિવાસીઓએ ગર્વ લેવાની બાત છે કે, અહીંની સ્થાનિક મહિલા હવે વિમાન ઉડાડશે.

Image Source

આ બાબતે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકએ અનુપ્રિયાએ શુભેચ્છા પાઠવી હતી. તેઓએ કહ્યું હતું કે, આ બીજા માટે એક ઉદાહરણ રૂપ છે. સાથે ટ્વીટ કરીને લખ્યું હતું કે, અનુપ્રિયાની સફળતા જાણીને હું બહુજ ખુશ છું. તેની દ્વારા સતત પ્રયાસો અને દ્રઢતા હાંસિલ કરી સફળતા બીજા માટે ઉદાહરણ રૂપ છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks