વરસતા વરસાદમાં રોડ ઉપર જતી કારમાંથી અચાનક નીકળવા લાગ્યા એવા જોરદાર તણખા કે વીડિયો જોઈને તમે પણ હક્કાબક્કા રહી જશો, જુઓ

રોડ ઉપર ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે જેને જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. ઘણીવાર રોડ ઉપર થતા કેટલાક અકસ્માતના વીડિયો પણ સામે આવતા હોય છે, જેને જોઈને પણ દરેકના રૂંવાડા પણ ઉભા થઇ જાય. તો ઘણીવાર હાઇવે ઉપર જતા સમયે બ્રેક ફેઈલ થવાની ઘટના પણ સામે આવતી હોય છે. ત્યારે હાલ વાયરલ થઇ રહેલો એક એવો જ વીડિયો જોઈને લોકો પણ હક્કાબક્કા રહી ગયા હતા.

આ વીડિયોએ સાબિત કરી દીધું છે કે રસ્તા પર ચાલવા માટે સાવધાન રહેવું કેટલું જરૂરી છે. અકસ્માતો ક્યારેક મોટું નુકશાન પણ સર્જી શકે છે તો ક્યારેક જીવનનો બોધપાઠ આપે છે. વરસાદની મોસમમાં આવા અકસ્માતોની સંખ્યા વધી જાય છે. આ વીડિયો જોઈને તમારા હૃદયના ધબકારા પણ થોડી ક્ષણો માટે બંધ થઈ શકે છે. થોડીક સેકન્ડનો આ વીડિયો ખરેખર ખૂબ જ ખતરનાક છે.

આ વીડિયોમાં એક કાર રસ્તાની વચ્ચે લપસતી જોઈ શકાય છે. થોડીવાર પછી આ કારમાં શું થવાનું છે તેનો કોઈને અંદાજ પણ નહીં હોય. એવું લાગે છે કે વરસાદને કારણે રસ્તો ભીનો અને લપસણો છે. જેના કારણે કાર સ્લિપ થાય છે અને તેમાંથી તણખા નીકળવા લાગે છે. તમને જણાવી દઈએ કે આ ખતરનાક સ્પાર્ક કારના આગળના વ્હીલમાંથી નીકળી રહ્યો છે.

આ દ્રશ્ય જોઈને ઘણા લોકો દંગ રહી ગયા હતા. વીડિયો જોયા બાદ ઘણા લોકો પોતાની પ્રતિક્રિયા આપતા રોકી શક્યા નથી. કેટલાક લોકોએ માર્ગ સલામતી અંગે સલાહ પણ આપી હતી. આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં આ વીડિયોને ઘણા લોકોએ લાઈક પણ કર્યો છે. લોકો કોમેન્ટ સેક્શનમાં અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. માત્ર 13 સેકન્ડના આ વિડિયોએ પણ લોકોને ખૂબ જ ડરાવી દીધા છે. આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તેના વિશેની કોઈ પુષ્ટિ હજુ નથી થઇ.

Niraj Patel