જ્યોતિષ શાસ્ત્ર

આ વૃક્ષ તમારા જીવનની બધી જ પરેશાનીઓ કરી દેશે દૂર, 7 શનિવાર સુધી આ ઉપાય કરવાથી મળે છે લાભ

આપણે સૌ જોઈએ છીએ કે, પૈસા કમાવવા માટે તનતોડ અને રાત દિવસ જોયા વગર મહેનત કરતા હોય છે. પરંતુ આમ છતાં પણ બે પાંદડે થતા નથી. અપને જોઈએ છીએ કે, આપણી આજુબાજુના લોકો સતત દેવા હેઠળ જીવતા હોય છે જેના કારણે ચિંતિત રહે છે. આપણી આજુબાજુમાં ઘણા લોકોતો એવા હોય છે કે તેનું દેણું ક્યારે પણ ઉતરતું નથી. જો તમે પણ તમારા દેવાને લઈને પરેશાન છો. તમારી પાસે પણ પૈસા નથી ટકતા. આજે અમે તમે જ્યોતિષશાશ્ત્રના અમુક ઉપાય બતાવીશું.

Image Source

વૃક્ષોને કુદરતનું વરદાન માનવામાં આવે છે.  તમે વૃક્ષની સહાયતાથી જીવનમાં ઘણી પરેશાનીઓ દૂર કરી શકો છો. આજે અમે તમને વૃક્ષોના આવા જ કેટલાક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેની મદદથી તમે તમારા દેવાથી મુક્તિ મેળવી શકો છો.

નારિયેળના ઝાડનો ઉપાય

Image source

જ્યારે કોઈ શુભ કાર્ય થાય છે, તો તેમાં નાળિયેરનો ઉપયોગ કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં કોઈ પણ મંગલ કાર્ય નાળિયેર વિના પૂર્ણ થતું નથી. જો તમે પૂજા દરમિયાન કળશની સ્થાપના કરો તો તેના પર નાળિયેર રાખવું જ જોઇએ. જો તમે નાળિયેર ઉપર ચમેલીના તેલ સાથે સિંદૂર વડે સ્વસ્તિક નિશાન બનાવો અને કોઈ પણ હનુમાન મંદિરમાં જાઓ અને હનુમાનજીના ચરણોમાં લાડુસ અને ગોળ ધરાવો. આ સાથે જ મંગળ સ્ત્રોતનો પાઠ કરવાથી તાત્કાલિક લાભ મળશે મેળવો અને આ ઉપાય કરવાથી તમને દેવાથી મુક્તિ મળશે.

પીપળાના ઉપાયથી દેણામાંથી થાય છે મુક્તિ

Image source

જો તમારું મોટું દેણું છે તો પછી તમે પીપળના ઝાડનો ઉપાય કરી શકો છો, આ માટે તમારે સ્મશાનના કૂવાનું પાણી ભરી તેને પીપળના ઝાડને ચઢાવો. તમારે આ ઉપાય નિયમિત સાત શનિવાર સુધી લેવો જોઈએ. આ સિવાય શનિવારના દિવસે પીપલના ઝાડની નીચે દીવો પ્રગટાવો, જો તમે આ ઉપાય નિયમિતપણે કરો છો, તો તે તમારા દેવાથી ખૂબ જ ઝડપથી છૂટકારો મેળવી શકે છે.

કેળાના ઝાડ પર કરો આ ઉપાય

Image source

ધાર્મિક માન્યતાઓ અનુસાર, કેળાના ઝાડની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે, કેળાના ઝાડને ખૂબ પવિત્ર માનવામાં આવે છે, ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીજીની પૂજામાં કેળા ચડાવવામાં આવે છે, ઉપરાંત જો તમે તમારી મુશ્કેલીઓથી છૂટકારો મેળવવા અને ઘરે સુખ અને સમૃદ્ધિ લાવવા માંગતા હોય તો આ માટે ગુરુવારે કેળાના ઝાડની પૂજા કરો. તમને આનો ફાયદો મળશે, આ સિવાય જો તમે તમારા ઘરમાં તુલસી અને કેળાના ઝાડ રોપશો તો તે હંમેશા પરિવારમાં બરકત રહેશે.

બીલીપત્રનો ઉપાય બતાવવામાં આવી રહ્યું છે કે, જે ઘરની અંદર બીલીપત્રનું ઝાડ લગાવવાથી હંમેશા લક્ષ્મીનો વાસ રહેતા હોય છે.

વડના વૃક્ષનો ઉપાય

Image source

જો તમે પૈસાથી સંબંધિત સમસ્યાઓથી છૂટકારો મેળવવા માંગો છો, તો આ માટે તમે અશ્લેશા નક્ષત્રમાં વડના પાન લાવી અને તેને અનાજની જગ્યાએ રાખશો. તેનાથી પૈસા સંબંધિત સમસ્યાઓ ઓછી થશે અને ઘરમાં ક્યારે પણ અન્નની કમી નહીં રહે. ઉપરાંત જો તમે જો તમે તમારા ઘરની તિજોરીમાં હળદરની ગઠ્ઠો, નાગરવેલનાં પાન અને સોપારી રાખવાથી ધનનો અભાવ દૂર થાય છે.