ખબર

સમગ્ર વિશ્વમાં ભારતનો ડંકો વાગ્યો, કોરોનાની દવા શોધાઈ ગઈ જાણો વિગત

કોવિડ 19 એ સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. રોજ હજારો લોકો મૃત્યુ પામે છે. કોવિડની સામે લડાઈ વચ્ચે હવે દવા કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સની દવા ફેબિફ્લુને કોવિડ વાયરસના દર્દીઓની સારવારમાં ઉપયોગ લઇ શકાશે. ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સને આપણી ગવર્મેન્ટ તરફથી પરવાનગી પણ આપવામાં આવી છે. કોરોનાના સામાન્ય લક્ષણો વાળા દર્દીઓને ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સની દવા આપવામાં આવશે.

ગ્લેન માર્ક દ્વારા લોન્ચ કરવામાં આવેલી ફેબીફ્લુ નામની આ મેડિસિન એન્ટિવાયરલ ડ્રગ છે. જે VIRUS થી આવતા સામે રક્ષણ આપે છે. જેના કારણે કોવિડ સામે લડવામાં પણ તે ખુબ જ અસરકારક સાબિત થઇ રહી છે. સામાન્ય અને મધ્યમ લક્ષણો ધરાવતા દર્દી પર તે ખુબ જ સારી અસર કરતી હોવાનો પણ કંપનીનો દાવો છે.

આ દવાની 34 ટેબ્લેટનું પેકેટ 3500 રૂપિયામાં બજારમાં મળશે. મતલબ એક ટેબ્લેટનો ભાવ 103 રૂપિયા આસપાસ હશે. અત્યાર સુધી કોવિડને હરાવવામાં કોઈપણ દેશને સક્સેસ મળી નથી અને કોવિડ ભયંકર રૂપે ફેલાતો જાય છે અને લોકોને મોતની નિંદરમાં સુવડાવી રહ્યો છે. તેવામાં ફાર્મા કંપનીએ એક મોટો દાવો કર્યો છે, જેમાં તેઓએ જણાવ્યું છે કે, કોરોના સામે લડવા માટે દવાની શોધ કરી લેવામાં આવી છે અને તે દવાનો કોર્સ 10થી 15 Days નો કરવાનો રહેશે.