સુરતમાં 50ની TRB ટીમ યુનિફોર્મ પહેરતી નથી, ફક્ત રિક્ષા-ટેમ્પોવાળા પાસેથી ઉઘરાણાં જ કરે છે, વકીલે અંદરની વાત ખોલી

સુરતમાં એડવોકેટ મેહુલ બોઘરા ઉપર થયેલા હુમલાની ઘણા બધા લોકો નિંદા કરી રહ્યા છે, તેમના સમર્થનમાં પણ ઘણા લોકો આગળ આવ્યા છે. મેહુલ બોઘરા સુરતમાં થતા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવામાં લાગેલા છે અને તેમના સોશિયલ મીડિયામાં દ્વારા તે લાઈવ વીડિયોમાં આવા ભ્રષ્ટાચારીઓની પોલ પણ ખોલતા હોય છે. ત્યારે આવી જ એક એક પોલ ખોલવા માટે પહોંચેલા મેહુલ બોઘરા સરથાણા-લસકાણા રોડ પર BRTS પાસે પહોંચ્યા હતા જ્યાંતેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.

ત્યારે મેહુલ બોઘરાએ આ દરમિયાન હપ્તા ઉઘરાવતી પોલીસનો એક મોટો પર્દાફાશ કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર તેમના ઉપર હુમલો કરનાર ટીઆરબી સુપરવાઈઝર સાજન ભરવાડ એસપી શેખનો ખાસ માણસ છે. તેમને એમ પણ જણાવ્યું કે એસપી ઝેડ. એ. શેખની 50 માણસોની ટીઆરબીની ટુકડી છે જે યુનિફોર્મ નથી પહેરતી અને માત્ર જેસીબી, ટેમ્પો, ટુ વ્હીલર, ફોર વ્હીલર, ભારે વાહનો પાસેથી ઉઘરાણી  કરી અને ઉપર સુધી મોકલે છે.

તેમને એવો પણ ખુલાસો કર્યો કે આ બાબતની તપાસ કરવા માટે તેમને બે-ત્રણ વાર એસપી શેખને ફોન કર્યો પરંતુ તેમને ઉઠાવ્યો નહોતો. તેમના જણાવ્યા અનુસાર ખાસ કરીને ટ્રાફિક પોલીસમાં કેશીયરો મળતીયાઓ મારફતે ઉઘરાણી કરતા હતા અને ટ્રાફિક શાખામાં સુરેન્દ્ર, જલય, રામ, શૈલૈ્ન્દ્ર, લક્ષ્મણ નામના પોલીસકર્મીઓ અધિકારીઓ માટે ઉઘરાણા કરતા હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત તેમને એવો પણ ખુલાસો કર્યો કે, પ્રાઇવેટ વ્યકિત નરેશ મગદલ્લા બ્રિજ થઈ હજીરા જહાંગીરપુરા સુધીમાં ચાલતી કોલસાની ટ્રકો, રેતી-કપચીની ગાડીઓ વાળા પાસેથી ઉઘરાણી કરે છે. આ સિવાય સરદાર માર્કેટના ગેટ પાસે વર્ષોથી ચોંટી રહેલા મનોજ અને પંકજ રોજ હજારોની કમાણી કરે છે. આ બંને જવાન માર્કેટમાંથી નીકળતા વાહનચાલકો પાસેથી 50થી લઈ 200 રૂપિયા સુધીની ઉઘરાણી કરતા હોવાનું પણ તેમને જણાવ્યું.

Niraj Patel