ખબર

વકીલ મેહુલ પર હુમલો કરનાર સાજન ભરવાડનો કેસ લડનાર વકીલ મિનેષ ઝવેરી પર બધાએ લીધું મોટું એક્શન, બરાબર કર્યું કે નહિ તે કહેજો

છેલ્લા થોડા સમયથી એડવોકેટ મેહુલ બોધરા ઘણા ચર્ચામાં છે. કેટલાક દિવસ પહેલા ટીઆરબી સાજન ભરવાડે વકીલ પર જીવલેણ હુમલો કર્યો હતો અને આ હુમલામાં મેહુલ બોઘરા લોહીલુહાણ પણ થયા હતા. તે બાદ પોલિસે સાજન ભરવાડ વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી. આ બાબતે સમગ્ર ગુજરાતમાં ભારે વિવાદ સર્જાયો હતો અને હવે આ ઘટનામાં સાજન ભરવાજના વકીલ સામે પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વકીલ મંડળની મળેલી સામાન્ય સભામાં નિર્ણય લેવાયો હતો કે સાજન ભરવાડ તરફથી કોઈ વકીલે કેસ ન લડવો.

પરંતુ મિનેશ ઝવેરીએ પોતાનો વકીલ ધર્મ નિભાવતા સાજન ભરવાડ તરફથી કેસ લડવા તૈયાર હતા. આ બાબતને લઇને હવે તેમની સામે વિરોધ થયો છે અને તેના પ્રત્યાઘાત રૂપે હવે તેમને વકીલ મંડળમાંથી આજીવન સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આરોપી સાજન ભરવાડની જામીન અરજી ચલાવવા મિનેષ ઝવેરીએ પોતાનું વકીલપત્ર રજૂ કર્યું હતું, જેને પગલે શુક્રવારના રોજ સભા બોલાવવામાં આવી અને ગુરુવારે જ બારે મિનેષ ઝવેરીને નોટિસ પાઠવી હતી. જો કે, મિનેષ ઝવેરીએ તેનો જવાબ પણ આપ્યો.

આ દરમિયાન શુક્રવારની સભામાં એડવોકેટને પોતાની કેબિનમાં જ માર મારનારા એસીપી સી.કે. પટેલના કેસમાં પણ કોઈ વકીલે બચાવ માટે વકીલપત્ર રજૂ નહીં કરવાનો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.એડવોકેટ મીનેષ ઝવેરીએ કહ્યુ કે આ ઠરાવ સામે હાઇકોર્ટમા પિટિશન કરીશ.આરોપીને વકીલ રોકવાનો અધિકારી છે મારી સામેનો નિર્ણય પ્રિજ્યુટાઇઝ થઇને કરાયો છે. જણાવી દઇએ કે, એડવોકેટ બોઘરાને જાહેરમાં માર મારવા બાબતે કોર્ટે 20 ઓગસ્ટના રોજ આરોપી સાજન ભરવાડના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. જો કે, પોલીસે 7 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.

ઉલ્લેખનીય છેે કે, એડવોકેટ વિરલ મહેતાએ કહ્યું કે, સુરત વકીલ મંડળને આવી કોઇ સત્તા નથી, તેઓના આ ઠરાવની સામે ગુજરાત હાઇકોર્ટમાં પીટીશન દાખલ કરવામાં આવશે. જે ઠરાવ સુરત વકીલ મંડળ દ્વારા કરાયા તેનો જ ભંગ કરાયો હતો અને ત્યારે સુરત વકીલ મંડળે જવાબદારો સામે કોઇ પગલા લીધા નહિ. વકીલોએ પહેલા કોર્ટ બિલ્ડીંગના મેઇન ગેટથી રોડ ઉપરના મેઇન ગેટ સુધી માત્ર માનવ સાંકળ કાઢવાનો ઠરાવ કરાયો હતો, જેની સામે સુરતના વકીલોએ રેલી કાઢી હતી જે ગેરકાયદેસર છે.