TRB જવાનની દાદાગારી: વાહનચાલક પાસેથી 4,000 ની માંગણી કરી મોબાઈલ ઝૂંટવી લીધો- વીડિયો આવી ગયો જોઈ લો

ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી TRB જવાનોની દાદાગીરીના અનેક વીડિયો સામે આવી રહ્યા છે. ઘણીવાર એવું બને છે કે, TRB જવાનો દ્વારા વાહનચાલકો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હોય છે. તો ઘણીવાર તેમના હપ્તાખોરીના વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં જ કેટલાક દિવસ પહેલા સુરતના લસકણા વિસ્તારમાં પોલીસની હપ્તાખોરી અને ગેરકાયદે ઉઘરાણીની પોલ ખોલનારા એડવોકેટ મેહુલ બોઘરા પર TRB જવાન દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.

ટીઆરબી જવાન સાજન ભરવાડે વકીલ પર ડંડાથી જીવલેણ હુમલો કર્યો હતો અને આ દરમિયાન વકીલ લોહીલુહાણ પણ થયા હતા. મેહુલ બોઘરાને ત્રણ ટાંકા પણ આવ્યા હતા. જણાવી દઇએ કે, મેહુલ બોઘરા પર જીવલેણ હુમલા બાદ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ અને પોલીસે 9 TRB જવાનનની હાકલપટ્ટી કરી. ત્યારે જામનગર, સુરત સહીત અનેક શહેરોમાં TRB જવાનોના ગેરવર્તન અને દાદાગીરીના અનેક બનાવો સામે આવે છે,

ત્યારે હાલમાં સાબરકાંઠામાંથી TRB જવાનનો લાંચ માગતો વીડિયો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. વડાલી નજીક લાંચ માંગતા TRB જવાનનો વીડિયો સોશિયલ મીડિયામાં વહેતો થયો છે. TRB જવાન વાહનચાલકોને રોકી રોફ જમાવતો હતો. તેને કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ તેણે એક વાહનચાલક પાસે 4 હજાર રૂપિયાની માગણી કરી હતી. આ ઉપરાંત TRB જવાને કારસવારનો મોબાઈલ પણ ઝૂંટવી લીધો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે. ત્યારે હવે વીડિયો વાયરલ થયા બાદ લોકો TRB જવાનની કામગીરી સામે સવાલ ઉઠાવી રહ્યા છે. આવા કેટલાક TRB જવાનોને કારણે પોલીસની છબી ખરડાઈ રહી છે. લોકો માંગ કરી રહ્યા છે કે આવા TRB જવાન સામે આકરા પગલા લેવામાં આવે.

Shah Jina