કપૂર પરિવારના દરેક સભ્યોએ ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ઘણી સારી ફિલ્મો આપી છે. કરિશ્મા કપૂરની વાત કરીએ તો 90ના દશકની ટોપ અભિનેત્રીઓમાંથી એક હતી કરિશ્મા. વર્ષ 1991માં તેને ફિલ્મ ‘પ્રેમ કેદી’ થી બોલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ કરિશ્મા કપૂરે ઘણા વર્ષો આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજ કર્યું હતું.

હાલ જ કરિશ્માએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે તેને બાળપણથી જ અભિનેત્રી બનવાનું સપનું જોયું હતું. કરિશ્મા તેના દાદા રાજ કપૂર સાથે ફિલ્મના સેટ પર જતી ત્યારે ત્યાં લાગેલ સેટ અને દાદાને એક્ટિંગ કરતા જોઈ એ ખુબ ખુશ થતી હતી. તેને લાઇટ્સ, કેમેરા અને સેટથી પ્રેમ હતો.
જયારે કરિશ્માએ તેના દાદાને જણાવ્યું હતું કે તેને પણ અભિનેત્રી જ બનવું છે ત્યારે તેના દાદાએ તેને કહ્યું હતું કે, ‘આ બધું ભલે સુંદર દેખાતું હોય પણ અહીંયા ફૂલોની ચાદર પણ નથી. તારે ખુબ મહેનત કરવી પડશે.’
કરિશ્માએ તેની પર્સનલ લાઈફ વિશે વધુ જણાવતા કહ્યું કે, તેની મા બબીતા કપૂર હંમેશા તેને અને બહેન કરીનાને જમીનથી જોડાયેલ રહેવાની સલાહ આપ્યા કરતી હતી અને તેની એ જ સલાહ હંમેશા કરિશ્માને પ્રોત્સાહિત કરતી હતી. આટલા મોટા પરિવારથી હોવા છતાં કરિશ્મા અને કરીના સિમ્પલ લાઈફ જીવતી હતી. એ બંને હંમેશા બસથી સ્કૂલે અને લોકલ ટ્રેનથી કોલેજ જતા હતા.
કરિશ્માએ વધુમાં જણાવ્યુ કે તેની માએ તેને કેવી રીતે કોન્ફિડન્ટ રહેવું એ પણ શીખવાડયું હતું. કરિશ્માની મા બબીતા તેના એક્ટિંગના પેશન વિશે પહેલેથી જાણતી હતી.
જણાવી દઈએ કે કરિશ્મા કપૂર છેલ્લી વખત વર્ષ 2012માં મોટા પડદા પર દેખાઈ હતી. 2012માં તેની ફિલ્મ ડેન્જરસ ઇશ્ક (Dangerous Ishhq) રિલીઝ થઇ હતી. બોક્સઓફિસ પર ફિલ્મ જરા પણ કમાલ દેખાડી શકી નહિ, સાથે જ પ્રેક્ષકોને પણ ફિલ્મ પસંદ આવી નહિ.
View this post on Instagram
Lazy lunches..😋❤️ #Repost @karanjohar with @get_repost ・・・ Sister Act! ❤️@therealkarismakapoor #bebo
ત્યારબાદ ફિલ્મ ‘ઝીરો’માં કરિશ્માની એક નાની ઝલક જોવા મળી હતી.
29 સપ્ટેમ્બર 2003ના રોજ કરિશ્માના લગ્ન ઈન્ડસ્ટ્રીયાલીસ્ટ સંજય કપુર સાથે થયા હતા. બંનેના બે બાળકો પણ છે. દીકરી સમાયરા અને દીકરો કિયાન રાજ કપૂર. કરિશ્મા અને સંજયના લગ્ન લાંબા સમય સુધી ન ચાલી શક્યા અને 2016માં બંને અલગ થઇ ગયા હતા. કરિશ્મા સિંગલ મધર છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.