ખબર

ભારતીયો માટે ખરાબ સમાચાર: જો આ વેક્સીન લીધી હશે તો યુરોપ નહિ જઈ શકો

ભારત દેશે કોરોના રસીકરણ મામલે વિશ્વમાં રેકોર્ડ બનાવી દીધો છે. ભારત વિશ્વમાં સૌથી વધુ રસીના ડોઝ આપનાર દેશ બની ગયો છે. પરંતુ એવા સંકેત છે કે કોવિશીલ્ડ રસી લેનારા યાત્રીઓને યુરોપીયન સંઘનો ‘ગ્રીન પાસ’ આપવામાં નહિ આવે. ગ્રીન પાસ લિસ્ટમાં કોવિશીલ્ડનું નામ સામેલ કરાયું નથી.

કોરોના સંકટ બાદ યુરોપ જવાની ઇચ્છા રાખનારા ભારતીયો માટે વેક્સિન લગાવ્યા છત્તાં એક સંકટ ઊભુ છે. અત્યાર સુધી કોવિડશિલ્ડને યુરોપિયન યુનિયને મંજૂરી આપી નથી. તેને ગ્રીન પાસ મળશે નહિ, જેને કારણે ભારતથી યુરોપના અલગ અલગ દેશોમાં જવા માટે તકલીફ થવાની શક્યતા છે.

યુરોપિય યુનિયને ગ્રીન પાસ સિસ્ટમ શરૂ કરી છે. તેમાં યુરોપિયન મેડિસિન એજન્સી EMAથી અપ્રૂવ વેક્સિન લગાવનાર વ્યક્તિને ગ્રીન પાસ મળશે. જેનાથી તેમાં સામેલ 27 દેશોમાં કયાંય પણ જઇ શકાય છે. મુખ્ય રીતે આ સિસ્ટમ ઈયુ દેશમાં રહેનાર લોકો માટે છે, જે લોકો કામ અને ટુરિઝમ માટે કયાંય પણ સરળતાથી જઇ શકે.

આ ગ્રીન પાસ સિસ્ટમ પૂરી રીતે 1 જુલાઇથી શરૂ થશે. જો કે, સ્પેન, જર્મની, ગ્રીસ, પોલેંડ જેવા કેટલાક દેશોએ શરૂ કરી દીધી છે. સીરમ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયાના સીઇઓ અદાર પૂનાવાલાએ સોમવારે ટ્વીટ કરી કહ્યુ છે કે, મને ખબર પડી કે જે ભારતીયોએ કોવિડશિલ્ડ વેક્સિન લગાવી છે, તેમને યુરોપના દેશોમાં ટ્રાવેલ કરવામાં તકલીફ થઇ શકે છે.

તેમણે કહ્યુ કે, હું વિશ્વાસ અપાવુ છુ કે તેની સંજ્ઞાન લઇને જલ્દીથી જલ્દી તે સુલજાવવામાં આવશે. તેના માટે રેગ્યુલેટર્સ અને કૂટનીતિક સ્તર બંને પર વાત થશે.

તમને જણાવી દઇએ કે, યુરોપીયન મેડિસિન એજન્સી EMA દ્વારા  હાલમાં ચાર રસીને મંજૂરી અપાઈ છે. આ રસી જેમણે લીધી છે તેમને યુરોપીયન સંઘના સભ્ય દેશો દ્વારા ગ્રીન પાસ આપવામાં આવી શકે છે.

EMA એ ફાઈઝર, મોર્ડર્ના, એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડની વેક્સજેરવિરિયા અને જ્હોન્સન એન્ડ જ્હોન્સનની જેનસેનને મંજૂરી આપી છે. ભારતમાં બનેલી કોવિશીલ્ડને હજુ સુધી EMA દ્વારા માન્યતા અપાઈ નથી.