વલસાડમાં બીજા ધર્મના યુવકે હિન્દુ નામ ધારણ કરી હિન્દુ છોકરીને ફસાવી, આ યુવકની પત્નીએ એનાથી મોટો કાંડ કર્યો

યુવતીને ભોળવી અને કપડાં ઉતારીને ગંદો ગંદો વીડિયો મંગાવી પછી સુખ માણ્યું અને પછી…રુવાડા ઉભા કરી દે એવી સત્ય ઘટના

ગુજરાતમાં લવ જેહાદનો કાયદો અમલી થવાની સાથે જ ઠેર ઠેરથી લવ જેહાદના કેસ નોંધાઈ રહ્યા છે, અને તેમાં પણ વડોદરા તો અગ્રેસર રહ્યું છે. પરંતુ ગુજરાતના બીજા જિલ્લાઓમાંથી પણ કેસ જોવા મળે છે. હાલ વલસાડથી પણ એક લવ જેહાદનો મામલો સામે આવ્યો છે. જેમાં યુવકે હિન્દૂ નામ ધારણ કરી અને હિન્દૂ યુવતીને પોતાના પ્રેમ જાળમાં ફસાવી અને દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવી રહ્યું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સલવાવ ખાતે રહેતા એક પરિણીત મુસ્લિમ યુવકે પોતે હિન્દૂ અને તેના પાલક માતા પિતા મુસ્લિમ હોવાનું જણાવી હિંદુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ યુવતીએ વલસાડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

છેલ્લા કેટલાય સમયથી ગુજરાતભરમાંથી લવ જેહાદના કિસ્સાઓ સામે આવવાના કારણે પોલીસ પણ સજાગ બની છે અને યુવતીની ફરિયાદના આધારે યુવકને વલસાડ પોલીસે પકડી અને જેલના સળિયા પાછળ ધકેલી ધીધો છે. પોલીસની પ્રાથિમક તપાસની અંદર જે હકીકત સામે આવી હતી તે સાંભળીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

પોલીસ તપાસમાં એ વાતનો ખુલાસો થયો હતો કે આરોપી યુવકની પત્ની પણ તેના આ કામમાં સાથ આપી રહી હતી. જેના બાદ પોલીસે તેની પત્નીની પણ ધરપકડ કરી લીધી છે. વલસાડ પોલીસે આરોપી વસીમ કમાલભાઈ મન્સૂરી અને તેની પત્નીની ધરપકડ કરીને તેમને જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.

આ બાબતે મળી રહેલી વધુ માહિતી અનુસાર યુવકે યુવતીને પોતાનો વીડિયો મોકલાવી યુવતીનો કપડાં વગરના વીડિયોની માંગણી કરી હતી. યુવતીનો વીડિયો યુવકના હાથ લાગતાની સાથે યુવકે સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવતીનો વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપીને સંબંધ બાંધવા અવારનવાર દબાણ કરતો હતો. યુવકની પત્ની પણ યુવતીના માતા પિતાને વીડીયો મોકલી આપવાની ધાકધમકી આપીને યુવક સાથે સંબંધ બાંધવા દબાણ કરતી હતી.

જેનાથી કંટાળીને યુવતીએ વલસાડ સાઇબર ક્રાઇમની ટીમનો સંપર્ક કરીને યુવક અને તેની પત્ની સામે ફરિયાદ નોંધાવી હતી. સાઇબર ક્રાઇમની ટીમે તાત્કાલિક વસીમ કમાલભાઈ મન્સૂરી અને શબનમ વસીમ મન્સૂરીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Niraj Patel