ખબર

હવેથી તમારે બાઈક પર કઈ રીતે બેસવું, તે મોદી સરકાર શીખવાડશે…આવ્યો નવો આદેશ

છેલ્લા થોડા સમયથી સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા સુરક્ષાને ધ્યાનમાં રાખીને ઘણા નિયમોમાં બદલાવ કરવામાં આવ્યો છે. જેની અંદર કેટલાક નવા નિયમો પણ લાગુ કરવામાં આવ્યા છે. મંત્રાલયની  નવી ગાઇડલાઇન પ્રમાણે બાઈક સવારી કરવાવાળા લોકો માટેના નિયમોમાં પણ હવે બદલાવ કરવામાં આવી રહ્યો છે.

Image Source

મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે બાઈકની બન્ને તરફ ડ્રાઈવરની સીટ પાછળ હેન્ડ હોલ્ટ હશે, જેનું કારણ પાછળ બેસનાર વ્યક્તિની સલામતી છે. અત્યાર સુધી મોટાભાગની બાઇકમાં આ સુવિધા નહોતી.

Image Source

તેની સાથે જ બાઈકની પાછળ બેસવા વાળા વ્યક્તિ માટે બંને તરફ પગ મુકવા માટેનું સ્ટેન્ડ પણ અનિવાર્ય કરી દેવામાં આવ્યું છે. આ ઉપરાંત બાઇકના પાછળના વ્હીલની ડાબી બાજુના અડધા ભાગને સુરક્ષિત રીતે કવર કરવામાં આવશે જેના કારણે પાછળ બેસવા વાળાના કપડાં પૈડાની અંદર ભરાઈ ના જાય.

Image Source

આ ઉપરાંત મંત્રાલય દ્વારા હલકું કન્ટેનર લગાવવાનો પણ નિર્દેશ કર્યો છે. આ કન્ટેનરની લંબાઈ 500મિમિ અને પહોળાઈ 510 મિમિ અને ઊંચાઈ 500 મિમિથી વધારે ના હોવી જોઈએ. જો કંટેનરને પાછળના સ્થાને લગાવવામાં આવે તો ફક્ત ડ્રાઇવરને જ મંજૂરી મળશે. મતલબ કોઇ બીજુ બેસી શકશે નહી.

Image Source

આ પહેલા પણ સરકાર દ્વારા ટાયર માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે જે અંતર્ગત વધારેમાં વધારે 3.5 ટન વજન સુધી વાહનો માટે ટાયર પ્રેશર મોનીટરીંગ સિસ્ટમની સલાહ આપવામાં આવી છે. આ સિસ્ટમ દ્વારા ડ્રાઈવરને એ ખબર પડી જાય છે કે ટાયરમાં હવા કેટલી છે. આ ઉપરાંત મંત્રાલય દ્વારા ટાયરના સમારકામને લઈને પણ અનુશંસા કરી છે. જે લાગુ થયા બાદ ગાડીમાં વધારાના ટાયરની જરૂર રહેશે નહીં.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.