અજબગજબ

જાપાને બનાવ્યું એવું પબ્લિક ટોયલેટ, કે જતા પહેલા તમે પણ કરશો 100 વાર વિચાર, જોઈ લો તસ્વીરો

જાપાન એક એવો દેશ છે જે હંમેશા કંઈકને કંઈક નવું કરતો રહે છે. નવી ટેક્નપલોજી અને નવા સંસાધનો વિકસાવીને દુનિયામાં પોતાનું નામ કરે છે. પરંતુ હાલમાં જાપાનની અંદર એક એવું પબ્લિક ટોયલેટ બનાવવામાં આવ્યું છે કે તેમાં જતા પહેલા પણ લોકો 100 વાર વિચાર કરે છે.

Image Source

હવે તમને થશે ટોઇલેટમાં એવું તો શું હશે, પણ ઉપરની તસવીર જોઈને જ તમે સમજી ગયા હશો કે આ ટોયલેટમાં તો ભાઈ જવા જેવું જ નથી. કારણ કે આ ટોયલેટ તો આખું કાચનું જ બનેલું છે. હવે આમાં આપણે ટોયલેટ જઈએ તો બહારના લોકો આપણને જોઈ જાય એવો ડર તો મનમાં રહે જ ને ?

Image Source

આ ટોયલેટ આખું પારદર્શી છે. જેમાં બેઠા બેઠા તમે બહાર જોઈ શકો છો. અને બહાર ઉભા રહીને ટોયલેટમાં જતા પહેલા ટોયલેટ કેટલું સાફ છે એ પણ તમે જોઈ શકો છો. પણ અંદર જવાની હિંમત કોણ કરે? આપણા ભારતમાં તો કેટલાય ગામડામાં હજુ પણ લોકો ખુલ્લામાં ટોયલેટ જાય છે. પરંતુ એમને પણ કોઈ જોઈ જાય તેનો ડર લાગતો હોય છે તો આ તો જાહેરમાં જ આવું ટોયલેટ ઉભું કરવામાં આવ્યું છે હવે આમ જાય કોણ?

Image Source

તો તમને જણાવી દઈએ કે આ ટોયલેટમાં પણ લોકો જઈ રહ્યા છે. તેની પાછળ જાપાનની ટેક્નોલોજી લાગેલી છે. આ ટોયલેટમાં દરવાજો બંધ કરતા જ બહારથી અંદર દેખાતું બધું જ બંધ થઇ જાય છે. તમે અંદર બેસીને બહાર જોઈ શકો છો. પણ બહાર રહેલા લોકોને તમે અંદર શું કરી રહ્યા છો તે ખબર નહીં પડે. કારણ કે તેમને તો રંગીન દીવાલ જ દેખાશે. જે નીચેની તસ્વીરમાં છે એ રીતે.

Image Source

તો તમને જણાવી દઈએ કે આ ગ્લાસ નોર્મલ ટ્રાન્સપરન્ટ નથી હોતા. અપારદર્શી હોય છે. પરંતુ તેની અંદર વીજળી દોડે છે જે કાચને ક્રિસ્ટલ સ્ટ્રક્ચરમમ બદલી નાખે છે. તેનાથી કાચની આરપાર વધારે લાઈટ પાસ થવા લાગે છે અને તે પારદર્શી બની જાય છે. હવે આ વસ્તુને એવી રીતે સેટ કરી દેવામાં આવે છે કે દરવાજો ખુલ્લો રહેવા ઉપર તેની અંદર વીજળી દોડવા લાગે છે અને તે ટ્રાન્સપરન્ટ દેખાય અને જયારે લોક થઈ જાય ત્યારે વીજળી રોકાઈ જાય અને અપારદર્શી બની જાય.

Image Source

છે ને એકદમ કમાલની ટેક્નોલાજી. આવા પબ્લિક ટોયલેટને જાપાનની અંદર બે જગ્યાએ મુકવામાં આવ્યા છે. અને લોકોના તેમાં મિક્સ પ્રતિભાવ મળી રહ્યા છે. ઘણા કહે છે આ ટેક્નોલોજી ખુબ જ સારી છે અને ઘણા કહે છે કે જો કોઈ તકનીકી ખામી સર્જાઈ તો ? ના જોવાનું લોકો જોઈ લેશે. તમારું શું માનવું છે? કોમેન્ટ કરીને જરૂર જણાવજો.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.