દિલધડક સ્ટોરી નારી વિશે પ્રસિદ્ધ પ્રેરણાત્મક

સોનાના દાગીનાને ગીરવે મૂકીને ગરીબોને ભોજન કરાવી રહ્યો છે બરોડાનો કિન્નર સમુદાય, કોણ કોણ સલામ કરશે?

લોકડાઉનને કારણે દેશભરના ટ્રાંસજેન્ડર સમુદાયો કોઈ પણ પ્રકારની કમાણી કરી શકતા નથી, ત્યારે બરોડામાં કિન્નર સમુદાય મુશ્કેલીની આ ઘડીમાં સામે આવીને આખા શહેરમાં જરૂરિયાતમંદોને પ્રથમ ભોજન પહોંચાડ્યું અને હવે રાશન પહોંચાડવાનું કામ કરે છે.

એક દિવસ કિન્નર નૂરી કંવરને ઘરમાંથી બાળકનો રડવાનો અવાજ સંભળાયો. જ્યારે ત્યાં જઈને પૂછ્યું તો ખબર પડી કે એક માતા તેના 5-6 વર્ષના દીકરાને મારી રહી છે, કારણ કે તે ખાવાનું માંગતો હતો અને ઘરમાં ખાવા માટે કંઈ નથી. આ દ્રશ્ય જોઈને નૂરીએ નક્કી કર્યું કે તે લોકો પોતાની ક્ષમતા પ્રમાણે મદદ કરશે.

Image Source

ગુજરાતના વડોદરા શહેરમાં રહેતી નૂરીએ લોકડાઉનના પહેલા તબક્કા દરમિયાન તેના ઘરની આસપાસ રહેતા કિન્નર સભ્યોના ઘરે દાળ, લોટ, ચોખા, ખાંડ, તેલ, મસાલા વગેરે પહોંચાડ્યા હતા. આ સિવાય નૂરીના શિષ્યોએ 700 ગરીબ પરિવારોના ઘરે રાંધેલો ખોરાક પણ પહોંચાડ્યો હતો. આટલું જ નહીં, નૂરીએ સ્થાનિક ઝૂંપડપટ્ટીના લોકોને પોતાના અને તેની બહેનોના ફોન નંબર આપ્યા અને કહ્યું કે જ્યારે પણ તેમના ઘરે ખાવાનું ખતમ થઇ જાય તો એમને એની જાણકારી આપે.

ભારતના મોટાભાગે કિન્નર સમાજને તિરસ્કારથી જોવામાં આવે છે. બાળકના જન્મવા પર કે બીજા કઈ શુભ પ્રસંગ અને ટ્રેન-બસમાં પૈસા કમાઈને ગુજરાન ચલાવતા કિન્નર સમાજની અત્યારે લોકડાઉનને કારણે કોઈ કમાણી નથી થઇ રહી. પરંતુ તે છતાં પણ બરોડાનો આ સમુદાય જરૂરીયાતમંદોને મદદ કરવા તમામ શક્ય પ્રયાસો કરી રહ્યો છે.

નૂરીનું કહેવું છે કે તેમણે લોકોના ઘરો સુધી ખોરાક પહોંચાડવા માટે તેમના સોનાના ઘરેણાં મોર્ટગેજ મૂક્યા હતા. ઘણા વર્ષોથી પૈસા બચાવ્યા પછી, એક સોનાનો હાર પોતાના માટે બનાવડાવ્યો હતો, જે મોર્ટગેજ મૂકી દીધો. તે કહે છે કે ગળાનો હાર ખૂબ જ દિલથી બનાવડાવ્યો હતો, પરંતુ હજુ તો આખું જીવન બાકી છે, છોડાવી લઈશ, પરંતુ હાલ તો લોકોને ભૂખ્યા મરવાથી બચાવવાના છે.

Image Source

પાસ અને પરવાનગી સાથે રીક્ષા દ્વારા સમુદાયે જરૂરિયાતમંદ લોકોની પસંદગી કરી અને પ્રથમ થોડા દિવસો સુધી રાંધેલા ખોરાકનું વિતરણ કર્યું. આ પછી, આશરે 1000 લોકોના ઘરે રાશન પેકેટ પહોંચાડી ચુક્યા છે. રાશન વહેંચતી વખતે સામાજિક અંતરની કાળજી લેતા, આ કિન્નર શેરીઓમાં જઈને જોર-જોરથી બોલ છે – બધા પોતાના ઘરમાં જ રહેજો, અમે સામાન દરવાજા પર મૂકી દઈશું, જેથી સંક્રમણનો ખતરો ન રહે.

દેશભરમાં ચાલી રહેલા લોકડાઉનની અસર દેશના ટ્રાંસજેન્ડર સમુદાય પર પણ જોવા મળી રહી છે, છતાં વડોદરાનો કિન્નર સમુદાય આ સંકટ સમયે શહેરના જરૂરીયાતમંદ લોકોની મદદ માટે આગળ આવ્યો છે. કિન્નર સમુદાયની પહેલની પ્રશંસા કરવા જેવી છે.