Ahmedabad News : ગુજરાતમાંથી ઘણીવાર સુંદર યુવતિઓ કે મહિલાઓ દ્વારા યુવકોને પોતાની જાળમાં ફસાવી બ્લેકમેઇલ કરી રૂપિયા પડાવવામાં આવતા હોવાના મામલા સામે આવે છે, ત્યારે હાલમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘણો વધ્યો છે અને વિવિધ ડેટીંગ સાઈટનુ ચલણ પણ વધ્યું છે. ત્યારે ઘણા યુવાનો આવી ડેટીંગ એપ પર પોતાનું એકાઉન્ટ બનાવે છે, હાલમાં આવા યુવાઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. દિલ્હીની બે ટ્રાન્સજેન્ડર મહિલાઓએ ઓનલાઈન ડેટિંગ એપ થકી લૂંટની એવી માયાજાળ પાથરી કે પોલીસ પણ દંગ રહી ગઈ.
ડેટિંગના નામે ટ્રાન્સજેન્ડર મહિલાઓ યુવકોને ફસાવતી
આ ટ્રાન્સજેન્ડરની જાળમાં દિલ્હીનો જ એક એન્જિનિયર ફસાયો અને લૂંટનો શિકાર બન્યો. અમદાવાદ એલિસબ્રિજ પોલીસની કસ્ટડીમાં રહેલી સના કે જે ટ્રાન્સજેન્ડર છે તે તેની અન્ય ટ્રાન્સજેન્ડર મહિલા મિત્ર મીરાની સાથે રહે છે અને અલગ અલગ શહેરોમાં ફરી યુવક અને શરીર સુખ આપવાના બહાને હોટલમાં બોલાવી લૂંટને અંજામ આપે છે. ત્યારે દિલ્હીનો યુવક કે જે અમદાવાદમાં નોકરી કરે છે તેનું હિન્જ નામની ડેટિંગ એપ પર એકાઉન્ટ હતું અને મીરાએ તેનો સંપર્ક કરી તેને એલિસબ્રિજ વિસ્તારમાં આવેલી એપેક્ષ હોટલ ખાતે મળવા બોલાવ્યો.

હોટલમાં બોલાવી ચલાવી લૂંટ
જ્યાં દિલ્હીના અમીન નામના એન્જિનિયર યુવક સાથે 9,000ની લૂંટ ચલાવી અને આ ઉપરાંત તેનું લેપટોપ પણ પડાવી લીધું. એટલું જ નહિ તેને ધમકી આપી 50000ની માંગ કરતા બબાલ શરૂ થઈ. ત્યારે હવે આ મામલે એલિસબ્રિજ પોલીસે ગુનો નોંધ્યો છે અને ટ્રાન્સજેન્ડર સનાની ધરપકડ કરી છે. જે બાદ પોલિસ સામે સમગ્ર હકીકત આવી અને પોલિસ હેરાન રહી ગઇ. ઝડપાયેલ આરોપી અને તેની મિત્ર અલગ અલગ શહેરોમાં ફરતા અને ડેટિંગ એપથી યુવકોનો સંપર્ક કરતા. તે બાદ લૂંટને અંજામ આપી ફરાર થઈ જતા.

અનેક યુવકો સાથે આવુ કરી ચૂક્યા છે આરોપીઓ
જો કે બદનામીના ડરે યુવકો ફરિયાદ નહોતા કરતા અને એટલે જ આરોપીઓને મોકળુ મેદાન મળતું. જે ટ્રાન્સજેન્ડર મહિલા ઝડપાઇ છે, તેના મોબાઈલની તપાસ કરી તો બંને મહિલાઓએ ઘણા બધા શહેરોમાં વિમાન મારફતે મુસાફરી કરી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ અનેક લોકો પાસેથી આ રીતે રૂપિયા પડાવ્યા હોવાનું પણ ખુલ્યુ છે. પોલીસ પૂછપરછમાં બંને દિલ્હીના દ્વારકા વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. જ્યારે પોલીસ બંને ટ્રાન્સજેન્ડર મહિલાઓની ધરપકડ માટે વસ્ત્રાપુર હોટેલમાં પહોંચી તો ત્યાં તેઓએ જાહેરમાં કપડાં કાઢી પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી અને જાહેરમાં અભદ્ર વર્તન કરતા પોલીસે આ અંગેનો પણ FIRમાં કલમોનો ઉમેરો કર્યો છે.