ખબર

સાથળની ચામડીથી બનાવેલું લિંગ કોઈ કામનું નથી!! વડોદરા કેસમાં થયો સૌથી મોટો ખુલાસો

ગુજરાતની સંસ્કારી નગરી કહેવાતા વડોદરાનો હાલ એક કિસ્સો ખૂબ જ ચર્ચામાં છે અને તે છે વડોદરાની યુવતિ સાથે દિલ્હીના સ્ત્રીમાંથી પુરુષ બનેલા ડોક્ટરનો છેતરિંડીનો કિસ્સો, સ્ત્રીમાંથી પુરુષ બનીને દિલ્હીની યુવતીએ વડોદરાની યુવતી સાથે લગ્ન કર્યા હતા અને છ વર્ષ બાદ પતિની પોલ ખૂલતા જ મહિલાની જિંદગી બરબાદ થઈ ગઈ. આ મહિલાના પહેલા પણ લગ્ન થયા હતા પરંતુ પતિનું મોત થયા બાદ તેણે ફરી દિલ્હીની સ્ત્રીમાંથી પુરુષ બનેલ વ્યક્તિ સાથે લગ્ન કર્યા હતા.આ મહિવાને પહેલા લગ્નથી એક દીકરી પણ છે. દીકરીના ભવિષ્ય માટે મહિલાએ બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું.

તેના બીજા લગ્ન દિલ્હીના યુવક વિરાજ હર્ષવર્ધન સાથે 6 વર્ષ પહેલા થયા હતા. પરિવારજનોની સંમત્તિથી ફાઈવ સ્ટાર હોટલમાં બંનેના ધામધૂમથી લગ્ન પણ થયા. પતિ વિરાજે સુહાગરાતે થાકી ગયાનું બહાનું કરીને શરીર સંબંધ ન બાંધ્યો અને પછી તે પીડિત મહિલાથી એલર્જીના બહાને દૂર રહ્યો. પરંતુ બે વર્ષથી પતિની હરકતો સામે શંકા જતાં વડોદરાની યુવતી તેના વિરૂદ્ધ પુરાવા શોધવા લાગી. એકવાર મહિલાએ પતિને દિલ્હીની વર્કર સાથે પણ જોયો હતો. જે બાદ મહિલાના હાથમાં એક ફાઈલ આવી,

જેમાં પતિની કલકત્તામાં થયેલી સર્જરીની માહિતી હતી.પતિની હકિકત સામે આવતા મહિલાના પગ નીચેથી તો જમીન સરકી ગઇ. ઉલ્લેખની છે કે, તપાસ દરમિયાન એ પણ સામે આવ્યુ કે, કોરોના દરમિયાન તે પત્ની સાથે ખોટુ બોલી કોલકાત્તા ઓપરેશન માટે પણ ગયો જ્યાં તેન લિંગ બનાવાયુ હતું. તેની સાથળની ચામડીથી બનાવેલું લિંગ લટકેલું છે.પરંતુ તે કંઇ કામનું નથી. ડો. વિરાજ ઉર્ફ વિજેયતા S.Y.BSCમાં આવ્યો ત્યારે તેને એવું લાગ્યું કે, તે સ્ત્રી નહીં પરંતુ પુરૂષ છે. જે પછી તેણે હોર્મોન્સના ઇન્જેક્શન લીધા અને દાઢી મૂછ આવવા લાગ્યા.

તે પછી તેનો અવાજ પણ બદલાઇ ગયો. આ દરમિયાન તેણે પોતાના બ્રેસ્ટ કઢાવી નાંખ્યા અને પછી રશિયા ગયો. રશિયામાં પણ તેને હોર્મોન્સ ચેન્જ માટે ઇન્જેક્શન લેવાનું ચાલુ રાખ્યુંઅને તે સમયે તે વિજેયતા નામે જ રશિયા ગયો હતો. જોકે, ત્યાંથી પરત આવ્યા બાદ ટી.વાય. પૂરું કરી તેણે પુનઃ MBBS કરવા માટે રશિયા ગયો અને ત્યારે તે વિરાજ નામે ગયો હતો. માત્ર તેનું લિંગ કરાવવાનું બાકી રહ્યું હતું. વર્ષ-2005માં તેને પ્રથમ વિરાજના નામનું લાયસન્સ કઢાવ્યું હતું. અને તેના ઉપરથી આધારકાર્ડ, પાસપોર્ટ કઢાવ્યો હતો.

દરમિયાન તે અર્ચના નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. લગ્નના એકજ વર્ષમાં છૂટા પડી ગયા હતા. વિરાજ ઉર્ફ વિજેયતાથી છોકરીઓ વગર રહેવાતું ન હતું. આથી તે લગ્નની સાઇટો ઉપર ચેટ કર્યા કરતો અને તેમાં વડોદરાની યુવતી સાથે પરિચય બાદ તેણે લગ્ન કર્યા હતા. પરંતુ, લિંગ નાંખવાનું બાકી હોવાથી વડોદરાની યુવતી સાથે તે શરીર સંબંધ નહોતો બાંધી શકતો. તે શરીર સંબંધ ન બાંધી શકતો હોવા છત્તાં પણ તેને એવો શોખ હતો કે વર્કર સાથે શરીર સંબંધ બાંધતો.