મનોરંજન

ભારતના આ 5 મર્દ બની ગયા છોકરી… તેની સુંદરતા આગળ લાગે છે બોલીવુડની બધી જ હિરોઈનો ફિક્કી

આપણે ત્યાં જેન્ડર ચેન્જ કરાવીને સ્ત્રીમાંથી પુરુષ કે પુરુષમાંથી સ્ત્રી બનવાનો ટ્રેન્ડ ઘણો ચાલ્યો છે. મેડિકલ સાયન્સ એટલું આગળ વધી ગયું છે કે આ બધી જ વસ્તુ આજના સમયમાં શક્ય બની છે. એટલે જ હવે ઘણા ટ્રાન્સજેન્ડર પણ પહેલા કરતા વધુ સારી રીતે ખુલીને સામે આવવા લાગ્યા છે. જે લોકો જેન્ડર છે ચેન્જ કરાવે છે એ લોકો પછી પોતાને લાયક પાત્ર સાથે લગ્ન પણ કરી લે છે. હવે તો લોકોની માનસિકતા પણ થોડી આગળ વધી છે જેથી આ લોકોને આપણો સમાજ સહજતાથી અપનાવી પણ લે છે.

Image Source

ત્યારે આજે વાત કરીએ એવા પાંચ સિતારાઓ વિશે કે જેઓનો જન્મ તો એક પુરુષના રૂપમાં થયો હતો પણ પછીથી તેમને મેડિકલ ટ્રીટમેન્ટ દ્વારા પોતાની જાતને સ્ત્રી બનાવી લીધી. ખાસ વાત તો એ છે કે તેમની સુંદરતા અને હોટનેસ ભલભલી અભિનેત્રીઓને ઝાંખી પાડી શકે છે. તો ચાલો જાણીએ કોણ છે એ સિતારાઓ જે બન્યા પુરુષમાંથી સ્ત્રી –

1 – ગૌરી અરોરા –

Image Source

ટીવી રિયાલિટી શો સ્પ્લિટ્સવિલાની આઠમી સીઝનમાં આવેલા કન્ટેસ્ટન્ટ ગૌરવ અરોરાને બધા જ જાણે છે. મસ્ક્યુલર બોડીવાળા હેન્ડસમ ગૌરવને એમટીવી રોડીઝમાં પણ બધાએ જ પસંદ કર્યો હતો અને તેને સ્વીકાર્યું હતું કે તેને છોકરીનું સ્વરૂપ વધુ પસંદ હતું. તેને પોતાની જેન્ડર ચેન્જ કરાવીને હવે ગૌરી અરોરા બની ગઈ છે. જણાવી દઈએ કે xchange કરાવ્યા બાદ તે ખૂબ જ સુંદર અને હોટ દેખાય છે.

2 – નિક્કી ચાવલા –

Image Source

નિક્કી ચાવલાને એક ટોપ કલાસ ટ્રાન્સજેન્ડર મોડલ કરવામાં આવે છે. તેનો જન્મ ભારતમાં એક યુવકના રૂપમાં થયો હતો. પણ પછી તેને ૨૦૦૯માં પોતાની જેન્ડર બદલી નાખી. તે મુંબઈના એક રૂઢિચુસ્ત પરિવારમાં જન્મી હતી, તેથી તેના માટે ચેન્જ કરવાનો નિર્ણય લેવાનું એટલું સરળ ન હતું પણ તેને ઓપરેશન પછી ક્યારેય પાછું ફરીને નથી જોયું. નિક્કી આજે ટેલિવિઝન જગતમાં ખૂબ જ પ્રસિદ્ધ છે.

3 – પાખી શર્મા (બોબી ડાર્લિંગ)

Image Source

બોબી આજે એક અભિનેત્રી અને મોડેલ તરીકે જાણીતું છે. બાળપણમાં તેના માતાપિતાએ તેનું નામ પંકજ શર્મા રાખ્યું હતું. બોબી ડાર્લિંગનો જન્મ એક છોકરા તરીકે થયો હતો, બોબી ડાર્લિંગે 2010માં ચેન્જ ઓપરેશન કરાવ્યું હતું, બોબી ડાર્લિંગ ઘણી બોલિવૂડ ફિલ્મોમાં જોવા મળી છે. તમને જણાવી દઈએ કે બોબી ડાર્લિંગે તેની જેન્ડર બદલ્યા પછી લગ્ન પણ કરી લીધા, જોકે બોબી ડાર્લિંગનો લગ્ન કરવાનો અનુભવ કંઈ ખાસ રહ્યો નહિ. તેણે તેના પતિ ઉપર ઘણા આક્ષેપો કર્યા હતા.

4 – નોંગ પાઇ

Image Source

થાઈ મોડલ અને અભિનેત્રી નોંગ પાઇને ૧૭ વર્ષની ઉંમરમાં જ સમજાઈ ગયું હતું કે તે એક સ્ત્રી છે, પછી તેને પોતાનું જીવન બદલી નાખે એવો નિર્ણય લઈને ચેન્જ કરાવી લીધી. સુંદર નોંગ પોય થાઇલેન્ડની રહેવાસી અને પ્રખ્યાત ‘ટ્રાંસજેન્ડર’ મોડેલ છે. તેમની હિંમત અને સુંદરતાની ચર્ચા આખા દેશમાં થઈ રહી છે. આ થાઇ અભિનેત્રી ખૂબ આકર્ષક દેખાય છે.

5 – શિનાતા સંઘા

Image Source

શિનાતા સંઘા બ્રિટીશ-ભારતીય મોડેલ છે. શિનાતા સંઘાએ પણ ચેન્જ કરાવ્યું છે. જેન્ડર બદલ્યા પછી, તે ખૂબ જ હોટ દેખાય છે. તે 2010 થી 2012 સુધી સતત ત્રણ વખત વિશ્વની સૌથી સુંદર ટ્રાન્સજેન્ડર બની છે. તે પ્રખ્યાત દક્ષિણ એશિયન ટ્રાંસજેન્ડર મોડલ છે અને ટ્રાંસજેન્ડર સમુદાય દ્વારા આયોજિત ઘણી સૌંદર્ય સ્પર્ધાઓમાં ભાગ લઈ ચુકી છે.