પુરુષમાંથી સ્ત્રી બનેલ ટ્રાન્સજેન્ડર હવે આપશે બાળકને જન્મ, પોતાના સપના વિશે વાત કરતા કહ્યું એવું કે જાણીને તમે પણ હેરાન રહી જશો… જુઓ
દરેક દંપતી ઇચ્છે છે કે લગ્ન બાદ તેઓ પણ માતા-પિતા બને અને તેની ખુશી ખુબ જ અલગ અને અનોખી હોય છે. અત્યાર સુધી આપણે જોયું છે કે લગ્ન બાદ મહિલા ગર્ભવતી બને છે અને પછી બાળકને જન્મ આપે છે. પરંતુ હાલ એક એવું કપલ ચર્ચામાં આવ્યું છે જે ટ્રાન્સજેન્ડર છે અને માતા-પિતા બનવાનું છે. તેના બેબી બમ્પ સાથેની તસવીરો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.
આ કપલ કેરળના કોઝિકોડનો રહેવાસી છે. તેમના નામ સહદ અને જિયા પાવલ છે. તેઓ ટ્રાન્સજેન્ડર કપલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 23 વર્ષીય સહદ અને 21 વર્ષની ટ્રાન્સ વુમન જિયા છેલ્લા ત્રણ વર્ષથી સાથે રહે છે. જિયાનો જન્મ છોકરા તરીકે થયો હતો અને બાદમાં તે છોકરી બન્યો હતો જ્યારે જહાદ છોકરીમાંથી છોકરો બન્યો હતો.
તેમની કહાની તાજેતરમાં લોકોના ધ્યાન પર આવી જ્યારે જિયાએ એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું કે હું જન્મથી અથવા મારા શરીરથી સ્ત્રી નથી પરંતુ મારું એક સ્ત્રીનું સપનું હતું કે બાળક મને માતા કહે. અમે ત્રણ વર્ષથી સાથે છીએ. જેહાદનું સપનું પિતા કહેવાનું છે. તેમના સહકારથી જ પેટમાં 8 મહિનાનો જીવ છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર બંને માર્ચ મહિનામાં જ બાળકને જન્મ આપશે. બાળકના જન્મ પછી તેને બ્રેસ્ટ મિલ્ક બેંક દ્વારા દૂધ પીવડાવવાની યોજના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતમાં ટ્રાન્સજેન્ડર સમુદાયમાં આ પહેલો કેસ છે જ્યાં આ કપલ બાળકને જન્મ આપવાની યોજના બનાવી રહ્યું છે.
જિયા કોઝિકોડમાં ક્લાસિકલ ડાન્સ ટીચર પણ છે. તેણે કહ્યું કે અમે ત્રણ વર્ષ પહેલા સાથે રહેવાનું શરૂ કર્યું હતું અને પછી વિચાર્યું કે અમારું જીવન અન્ય ટ્રાન્સજેન્ડરોથી અલગ હોવું જોઈએ. એટલા માટે અમે એક બાળક ઈચ્છતા હતા જેથી અમારા પછી આ દુનિયામાં કોઈ હોય, તેથી જ અમે આવો નિર્ણય લીધો છે.