રેડિયો જોકી અને ઇલેક્શન લડનાર પહેલી ટ્રાંસજેંડર મહિલાએ કરી આત્મહત્યા, આ છે કારણ

પહેલી ટ્રાંસજેંડર રેડિયો જોકી અને MLAનું ઇલેક્શન લડનારી અનન્યાએ કરી આત્મહત્યા, કારણ જાણીને હચમચી જશો

કેરળ વિધાનસભા ઇલેક્શનમાં મીડિયામાં ચર્ચામાં આવેલી પહેલી ટ્રાંસજેંડર ઉમેદવાર અને જાણિતી રેડિયો જોકી, મોડલ અનન્યા કુમારી એલેક્સે મંગળવારે આત્મહત્યા કરી લીધી છે. આની પાછળ તેની સ્વાસ્થ્ય સંબંધી તકલીફ જણાવવામાં આવી રહી છે. તેની લાશ કોચ્ચિ સ્થિત ફ્લેટ પર લટકેલી મળી હતી.

અનન્યાએ છેલ્લા વર્ષે જૂનમાં રિસાઇમેંટ સર્જરી કરાવી હતી. જે બાદ તેને ગંભીર સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ થઇ રહી હતી. અનન્યાએ આ સમસ્યાઓને લઇને ડોક્ટર અને પ્રાઇવેટ હોસ્પિટલ પર લાપરવાહીનો આરોપ લગાવ્યો હતો. તેને લઇને અનન્યા કુમારીએ પોલિસમાં ફરિયાદ પણ દાખલ કરાવી હતી.

ફરિયાદમાં કહેવામાં આવ્યુ હતુુ કે, સર્જરી બાદથી તેમને ગંભીર શરિરીક દર્દ થઇ રહ્યુ છે અને તે કામ કરવામાં પણ લાચાર છે. અનન્યાએ ન્યાયની માંગ કરી હતી. તમને જણાવી દઇએ કે, અનન્યાએ કેરળ વિધાનસભા ઇલેક્શન મલપ્પુરમ જિલ્લાના વેંગારા નિર્વાચન ક્ષેત્રમાં ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના નેતા પીકે કુંજાલિકુટ્ટી વિરૂદ્ધ ઇલેક્શન લડવા માટે નામાંકન દાખલ કરાવ્યુ હતુ. તે ઇલેક્શનમાં નામાંકન કરાવનાર પહેલી ટ્રાંસજેંડર મહિલા હતી.

Shah Jina