પરિવારે લોકડાઉનને કારણે દીકરીના જન્મ પર શગુન આપવામાં બતાવી અસમર્થતા તો નારાજ કિન્નરે લીધો માસૂમ બાળકીનો જીવ

જાણીને આ કિન્નર પર આવશે ગુસ્સો: 1100 રૂપિયા, નારિયેળ અને સાડી આપવાની ના પાડી તો ફૂલ જેવી દીકરીનું કર્યુ અપહરણ અને પછી કર્યું આ કામ

ઘરમાં કોઇ નાના બાળકનો જન્મ થાય ત્યારે કિન્નર શગુન લેવા આવતા હોય છે અને ત્યારે કેટલીક એવી ઘટના ઘટી જતી હોય છે કે જાણીને આપણે પણ હેરાન રહી જઇએ છીએ. હાલ એક એવો કિસ્સો સામે આવ્યો છે કે, તે જાણીને તમને ગુસ્સો આવી જશે.

એક 3 મહિનાની માસૂમ બાળકીને કિન્નરની નારાજગીનો શિકાર થવું પડ્યુ. લોકડાઉનને કારણે એક ગરીબ પરિવારે દીકરી થવાની ખુશીમાં 1100 રૂપિયા શગુન આપવામાં અસમર્થતા શું જતાવી કે નારાજ કિન્નરે રાતના અંધારામાં એ માસૂમનું અપહરણ કરી તેની હત્યા કરી દીધી.  આ મામલે પોલિસે બે આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

આ માસૂમ બાળકીની દાદીએ જણાવ્યુ કે, 9 વાગ્યે એક કિન્નર આવ્યા અને કહ્યુ કે પોતી થઇ છે તો પૈસા આપો, તો તેમણે કહ્યુ કે અત્યારે પૈસા નથી, લોકડાઉન લાગેલુ છે, દીકરી નાયગાંવમાં છે તે આવશે ત્યારે આપશે.

આ મામલો મુંબઇનો છે. મુંબઇના કફ પરેડ વિસ્તારમાં રહેનાર ચિતકુટે પરિવારમાં 3 મહિના પહેલા જ એક દીકરાનો જન્મ થયો હતો. આની ખબર પાસે રહેલા કન્નુ કિન્નરને થઇ હતી. તો તે દીકરી પેદા થવાની ખુશી પર શગુન માંગવા ગયા હતા.પરિવાર પાસે તેણે એક સાડી, નારિયેળ અને 1100 રૂપિયા માંગ્યા હતા.

આરોપી કિન્નરે તે બાદ બાળકીનું ગુરુવારે મધરાત્રે અપહરણ કર્યુ અને આ સાથે તેમના જોડીદાર કાળેને પણ જોડે લઇને આવ્યા હતા. ઘરનો દરવાજો ખુલ્લો હોવાથી તેઓ છૂપી રીતે ઘરમાં ઘૂસી ગયા અને તે બાગ તેમણે માસૂમનું અપહરણ કર્યુ અને તે બાદ તેને આંબેડકર નગરની પાછળના ભાગે જઇ ખાડાના કિચડમાં દાટી દીધી.

જો કે હજી સુધી એ વાતની જાણ થઇ નથી કે તેમણે બાળકીને જીવતી દાટી હતી કે મૃત. આ અંગે પરિવારે કફ પરેડ પોલિસ સ્ટેશશમાં ફરિયાદ નોંધાવી હતી અને આ બાબતે હાલ પોલિસ તપાસ કરી રહી છે.

Shah Jina