આજે ટેક્નોલોજી ખુબ જ આગળ નીકળી ગઈ છે, આજે તમને દરેક સમસ્યાનું સમાધાન ટેક્નોલોજી દ્વારા મળી જશે. એક સમય એવો હતો જયારે સમાજ ટ્રાન્સજેન્ડરને અવગણતો હતો, પરંતુ હવે કાયદાકીય રીતે પણ તેનો સ્વીકાર કરવામાં આવે છે, ટેક્નોલોજી દ્વારા ઘણા લોકો ટ્રાન્સજેન્ડર થઇ રહ્યા છે, અને ઘણા લોકોની કહાની પણ સામે આવી રહી છે.
હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ ટ્રાન્સજેન્ડર યુવતીની માતાનો એક પત્ર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને વાંચીને ઘણા લોકો ભાવુક પણ થઇ રહ્યા છે. આ પત્રમાં એક માતાએ પોતાની ટ્રાન્સજેન્ડર દીકરી માટેના પ્રેમને અભિવ્યક્ત કર્યો છે, જેના શબ્દો પણ ખુબ જ હ્રુદસ્પર્શી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર ઉપર આ પત્રનો એક સ્ક્રીનશોટ શેર કરવામાં આવ્યો છે.
જીનેફિલિયા નામથી એક ટ્વીટર યુઝર્સ દ્વારા તેની માતા દ્વારા ઇન્સ્ટગ્રામ ઉપર જે પોસ્ટ કરવામાં આવી છે તેનો એક સ્ક્રીનશોટ શેર કર્યો છે. સાથે જ એક તસવીર પણ શેર કરવામાં આવી છે. પોસ્ટમાં દેખાતા પત્રની અંદર લખેલું છે કે, “મારે એક ટ્રાન્સજેન્ડર દીકરી છે. તે મારા જીવનનો પ્રેમ છે, તે મારી આત્માનો એક અંશ છે, જો હું તેને ગુમાવી દઈશ તો હૃદયથી સાવ ભાંગી પડીશ.”
માતા આગળ લખે છે કે, “હું તેના વિના જીવનમાં આગળ વધી શકીશ નહીં. તેને એ વાતનો અહેસાસ પણ નથી કે, મારા માટે તે કેટલું મહત્ત્વ ધરાવે છે. હું દરરોજ તેને ફોન કરીને તે ઠીક છે કે નહીં તે પૂછવા માટે મારી જાત સાથે લડું છું. હું તેની હિંમતની પ્રશંસા કરું છું અને મારી જાતને નસીબદાર ગણું છું કે મારું હૃદય તેને સમજે છે અને સ્વીકારે છે. હું તેને બિનશરતી પ્રેમ કરું છું. હું તેને અને બાકીના લોકોને સમર્થન આપું છું અને સૌને સુંદર જીવનની શુભેચ્છા પાઠવું છું. મને તમારા ગર્વ પર ગર્વ છે.”
oh y’all wanted a twist, eh ?? https://t.co/lUw4N9XuZ8
— ginefilia (@SebellaAnne) June 4, 2022
સોશિયલ મીડિયામાં આ પોસ્ટ માત્ર થોડા દિવસો પહેલા જ પોસ્ટ કરવામાં આવી હતી, ત્યારથી લઈને અત્યાર સુધી પોસ્ટને લગભગ 5.14 લાખ કરતા પણ વધારેલ ઓકોએ લાઈક કરી છે અને ઘણા લોકો આ પોસ્ટને રીટ્વીટ પણ કરી રહ્યા છે, સાથે જ કોમેન્ટ કરી અને આ માતાની પ્રસંશા પણ કરતા જોવા મળી રહ્યા છે.