વીડિયો કોલ પર વાત કરતા કરતા 26 વર્ષની આ અભિનેત્રીની ડેડબૉડી પંખા સાથે લટકતી મળી આવી, આખી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ધણધણી ઉઠી

એન્ટરટેઇન્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી આજકાલ એક બાદ એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ અભિનેત્રી પલ્લવી ડેનું રહસ્યમય સંજોગોમાં મોત થયુ હતુ. તે બાદ સાઉથ ઇન્ડિયન અભિનેત્રી ચેતના રાજની મોતના સમાચાર આવ્યા. ત્યારે હવે આજે વધુ એક અભિનેત્રીની મોતના સમાચાર સામે આવ્યા છે. સાઉથ ઇન્ડસ્ટ્રીની 26 વર્ષિય ટ્રાન્સ મોડલ અને અભિનેત્રી શેરિન સેલિન મેથ્યુ તેના એપાર્ટમેન્ટમાં મૃત મળી છે.

કેરળના એર્નાકુલમ જિલ્લાના કોચી વિસ્તારમાં રહેતી 26 વર્ષીય ટ્રાન્સવુમન મોડલ તેના ભાડાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી. જે ​​વ્યક્તિ સાથે અભિનેત્રી આત્મહત્યા કરતી વખતે વીડિયો ચેટિંગ કરી રહી હતી તે જ વ્યક્તિએ પોલીસને જાણ કરી હતી. જો કે, જ્યાં સુધી પોલીસ અધિકારીઓ અભિનેત્રીના ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં શેરીને પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. મૉડલના અકુદરતી મોતનો કેસ નોંધ્યા બાદ પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ આ આત્મહત્યા હોવાનું જણાય છે અને તેની વિગતો બહાર આવી છે.

આ મામલે હાલ તપાસ ચાલી રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શેરીનને કેટલાક મિત્રો સાથે અણબનાવ પણ હતો, જેના કારણે તે ડિપ્રેશનમાં હતી. જો કે તેના મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. જ્યારે શેરિન સેલિન મેથ્યુએ ફાંસી લગાવી, તે સમયે તે તેના મિત્ર સાથે વીડિયો કોલ પર હતી. તેની સામે અભિનેત્રી ફાંસી પર ઝૂલતી હતી. અભિનેત્રીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કલામાસેરી મેડિકલ કોલેજમાં ટ્રાન્સફર કરવામાં આવશે.

શેરીન એક ટ્રાન્સવુમન અભિનેત્રી હતી અને તે એક અદભૂત મોડલ પણ હતી. આ સાથે તેણે ઘણી મલયાલમ ફિલ્મોમાં પણ કામ કર્યું. તમને જણાવી દઈએ કે કોચીમાં ટ્રાન્સવુમનની આત્મહત્યાનો આ પહેલો મામલો નથી. આ પહેલા પણ ટ્રાન્સજેન્ડર એક્ટિવિસ્ટ અને કેરળની ચૂંટણીમાં પ્રતિસ્પર્ધી અનન્યા કુમારીનો મૃતદેહ કોચી 2021માં મળી આવ્યો હતો. પોલીસે તેને આત્મહત્યા ગણાવી હતી.

Shah Jina