પ્રેગ્નેંસી ફોટોશૂટને લઈને ચર્ચામાં આવેલા ટ્રાન્સજેન્ડરે આપ્યો એક સુંદર અને સ્વસ્થ બાળકને જન્મ, તસવીરો શેર કરીને કહ્યું “ખુશીના આંસુ…” જુઓ

ખુશખબરી આવી ગઈ: ગર્ભવતી પુરુષે આપ્યો બાળકને જન્મ, જિયા અને જહાદ થઇ ગયા ખુશખુશાલ, જુઓ તસવીરો

માતા પિતા બનવું દરેક વ્યક્તિ માટે એક ખુશીની પળ હોય છે. ત્યારે થોડા દિવસથી એક કપલ ખુબ જ ચર્ચામાં ચાલી રહ્યું હતું. આ કપલ ટ્રાન્સજેન્ડર હતું અને પોતાની પ્રેગ્નેંસી દરમિયાન આ કપલે ફોટોશૂટ પણ કરાવ્યું હતું. જેની તસવીરો ખુબ જ વાયરલ થઇ હતી અને ઘણા લોકો આ કપલના સમર્થનમાં આવ્યા હતા તો ઘણા લોકોએ તેમને ટ્રોલ પણ કર્યા હતા. ત્યારે ખબર આવી હતી કે માર્ચમાં આ ટ્રાન્સજેન્ડર પોતાના બાળકને જન્મ આપશે.

પરંતુ હાલ હવે ખબર આવી રહી છે કે આ ટ્રાન્સજેન્ડરે પોતાના બાળકને જન્મ આપી દીધો છે અને આ ઘટના ભારતમાં પહેલીવાર બની છે કે કોઈ ટ્રાન્સજેન્ડરે બાળકને જન્મ આપ્યો હોય. જિયા પાવલ કોઝિકોડના છે અને જહાદ તિરુવનંતપુરમના છે. આ કપલે થોડા સમય પહેલા પોતાની પ્રેગ્નેંસી વિશે પણ જાણકારી આપી હતી.

જિયા પવલે જણાવ્યું કે 8 ફેબ્રુઆરીએ સરકારી મેડિકલ કોલેજમાં સવારે 9:30 વાગ્યે ઓપરેશન દ્વારા તેમના બાળકનો જન્મ થયો હતો. જહાદ અને બાળક બંને સંપૂર્ણપણે સ્વસ્થ છે. જો કે, દંપતીએ હજુ સુધી બાળકની જાતિની ઓળખ જાહેર કરી નથી. આ ટ્રાન્સ કપલનું કહેવું છે કે તે આ વિશે માહિતી આપવા માંગતો નથી. આ કપલ છેલ્લા ત્રણ વર્ષથી સાથે છે.

કેરળના સ્વાસ્થ્ય મિનિસ્ટર વીણાએ પણ તેમને અભિનંદન પાઠવ્યા છે અને કહ્યું છે કે જ્યારે તેઓ કોઝિકોડ જશે ત્યારે તેઓ તેમને મળશે. પ્રાપ્ત માહિતી અનુસાર, તેમને મેડિકલ કોલેજના ડાયરેક્ટર સાથે વાત કરી છે અને કહ્યું છે કે જહાદ અને બાળકની સંપૂર્ણ સારવાર મફતમાં કરવામાં આવે.

જણાવી દઈએ કે આ કોઈ સામાન્ય મામલો નહોતો. તેથી જ ડિલિવરી માટે ડોક્ટરોની વિશેષ પેનલ બનાવવામાં આવી હતી. જો કે, હવે જહાદ અને બાળક સંપૂર્ણપણે સ્વસ્થ છે અને જો બધું સામાન્ય રહેશે તો તેમને 2 થી 4 દિવસમાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે. ટ્રાન્સજેન્ડર સમુદાયમાં આ બાળક વિશે ઘણી ઉત્સુકતા છે. દરેક વ્યક્તિ બાળકના સ્વાગત માટે તૈયાર છે. તે કહે છે કે તેમના સમુદાયમાં આવું થતું જોવાનું ખૂબ જ રસપ્રદ છે.

Niraj Patel