અદભૂત! વાદળોની વચ્ચે ચાલે છે આ ટ્રેન, સ્વર્ગમાં ફરતા હોય તેવો થાય છે આભાસ

અરે! આ ટ્રેન છે કે પુષ્પક વિમાન

વિશ્વમાં અનેક ટ્રેનો પોતાની કઈંકને કઈંક ખાસિયતો માટે જાણીતી છે. ઘણી લાંબી ટનલમાંથી પસાર થાય તો ઘણી ઘાઢ જંગલમાંથી તો વળી કોઈક ઉંચા પહોડા પરથી. જો આપણે કેટલીક ટ્રેન વિશે વાત કરીએ તો તેમા ટ્રાંસ સાઈબેરિયન રેલમાર્ગ, ભારતની દાર્જિલિંગ રેલમાર્ગ અને કાલકા શિમલા રેલમાર્ગમાં બેસવાથી આપણને અપ્રતિમ આનંદની અનુભૂતિ થાય છે.

આ બધાથી પણ અલગ એક રેલમાર્ગ છે જે પ્રવાસીઓએ પોતાની તરફ આકર્ષિત કરે છે. અને તે છે આર્જેટીનામાં આવેલો સાલ્ટ રેલમાર્ગ. આ રેલમાર્ગ વિશ્વના સૌથી અદભૂત રેલમાર્ગમાનો એક છે.

સૌથી ખાસ વાત એ છે કે આ રેલમાર્ગ વાદળોની વચ્ચેથી નિકળે છે, એટલે કે આ રેલમાં મુસાફરી કરતા લોકો વાદળોની વચ્ચેથી નિકળે છે. આ ઉપરાંત આ ટ્રેનમાં સવાર થયા બાદ તમને એવા એવા દ્રશ્યો જોવા મળશે તે તમને રોમાંચિત કરી દેશે.

જેને જોઈને તમને તમારી આંખો પર વિશ્વાસ નહીં આવે. તમે સ્વર્ગની સફર કરતા હોય તેવું દ્રશ્ય તમારી સામે ઉભુ થશે. આ ટ્રેન વિશે વિગતે વાત કરીએ તો હકિકતમાં આર્જેટીનામાં સમુદ્રની સપાટીથી 4 હજાર ફૂટની ઉંચાઈ પર એન્ડિઝ પર્વતમાળા પર એક ટ્રેન પસાર થાય છે.

જેને ટ્રેન ટૂ ધ ક્લાઉડ કહેવામાં આવે છે. આ રેલવે લાઈન દુનિયાના સૌથી ઉંચા રેલમાર્ગોમાની એક છે. આ ટ્રેન કેટલાક ખાસ વિસ્તારમાંથી પસાર થાય છે ત્યારે લાગે છે કે તમે વાદળોને ચીરીને આગળ વધી રહ્યા છો. કારણ કે જ્યારે આ ટ્રેન પહાડોની વચ્ચેથી પસાર થાય છે ત્યારે રેલવે લાઈનની બન્ને કરફ વાદળો છવાઈ જાય છે.

આ રેલવે લાઈફની શરૂઆત આર્જેટીનાના શહેર,સિટી ઓફ સાલ્ટાથી થાય છે. તેની ઉંચાઈ 1,187 મીટર છે. આ રેલમાર્ગ વેલી ડી લેર્માથી પસાર થઈને ક્વેબ્રેડા ડેલ ટોરોથી લા પોલ્લોરિલા વિયાડક્ટ પર જઈને ખતમ થયા છે. જે 4200 મીટરની ઉંચાઈ પર સ્થિત છે.

નોંધનિય છે કે, 217 કિમીનો રસ્તો કાપવામાં આ ટ્રેનને 16 કલાકનો સમય લાગે છે. આ દરમિયાન ટ્રેન 3 હજાર મીટરની ઉંચાઈ પણ ચઢે છે. આ માર્ગમાં ટ્રેન 29 પુલ અને 21 ટનલને ક્રોસ કરે છે.

તમને જણાવી દઈએ કે આ રેલમાર્ગનું નિર્માણ 1920માં કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટના હેડ અમેરિકી એન્જિનિયર રિચર્ડ ફોન્ટેન મરે હતા. સમગ્ર વિશ્વના લાખો પ્રવાસીઓ આ ટ્રેનની સફર કરવા માટે આર્જેટીના આવે છે અને સફર દરમિયાન ફોટોગ્રાફી કરવાનો આનંદ મેળવે છે.

YC