ચાંદખેડામાં બેશરમ જીમના ટ્રેનરે પરિણીતા સાથે કરી ભૂંડી હરકત, ચેતી જજો જીમમાં જનારાઓ….
Gym Trainer molests woman : ગુજરાતમાંથી ઘણીવાર સગીરાઓ અને યુવતિઓ સાથે સાથે પરણિતાઓ પર પણ છેડતી અને દુષ્કર્મની ઘટનાઓ બને છે. ત્યારે હાલમાં અમદાવાદના ચાંદખેડામાંથી એક પરણિતા સાથે છેડતીની એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 28 વર્ષીય મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તેના ટ્રેનરે જિમની લિફ્ટની અંદર તેની છેડતી કરી. આ મહિવા ઓટોમોબાઈલનો બિઝનેસ કરે છે,

તેણે તેની ફરિયાદમાં જણાવ્યું કે, લગભગ 10 દિવસ પહેલા તેણે જિમ ચાલુ કર્યું હતું અને તેનો પર્સનલ ટ્રેનર નિલેશ ચૌહાણ હતો. 21 મેના રોજ સાંજે 4 વાગ્યે જ્યારે તે જિમ પહોંચી અને પાંચમા માળે જવા માટે લિફ્ટમાં ગઇ ત્યારે નિલેશ ચૌહાણ તેની પાછળ આવ્યો અને તેની છેડતી કરવાનું શરૂ કર્યું. જો કે, તેણે પ્રતિકાર કર્યો તો અને કહ્યુ કે તે આની જાણ પતિને કરશે. તો નરાધમે મારી નાખવાની ધમકી આપી. ત્યારે ધમકી બાદ ડરી ગયેલી પરિણીતાએ તેના પતિને આ મામલાની જાણ કરી નહિ.

23 મેએ જ્યારે તે જિમમાં હતી ત્યારે નિલેશ ચૌહાણે કથિત રીતે તેનો લેટેસ્ટ ફોટો માંગ્યો અને કહ્યું કે તે તેની ફિટનેસ પ્રોગ્રેસ ચેક કરવા માટે છ મહિના પછી લેવામાં આવેલા ફોટા સાથે તુલના કરશે. આ ઉપરાંત પણિતાએ ફરિયાદમાં એવો પણ આરોપ લગાવ્યો કે નિલેશ ચૌહાણે પરિણીતા પાસે કપડાં વગરની તસવીર પણ માંગી હતી. પરિણીતાએ ફોટોગ્રાફ આપવાની ના પાડતા એરોબિક્સ ક્લાસમાં જતી રહી અને પરિણીતા એરોબિક્સ ક્લાસ પતાવી જ્યારે ઘરે જવા નીકળી ત્યારે આરોપીએ તેને કહ્યું કે તે તેને નીચે મળવા માંગે છે.

ત્યારબાદ તે લિફ્ટમાં ગયો અને લિફ્ટના બટન દબાવવા લાગ્યો. નિલેશ ચૌહાણે પીડિતાને લિફ્ટમાંથી બહાર નીકળવા ન દીધી અને ફરીથી તેની શારીરિક છેડતી કરી. જો કે, પરિણીતા કોઈક રીતે ત્યાંથી ભાગી જવામાં સફળ રહી. તે બાદ તેણે તેના પતિને ફોન કર્યો અને આખી ઘટના જણાવી. જે બાદ મહિલાએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો અને નિલેશ ચૌહાણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી.