20 મિનિટ વહેલા પ્લેટફોર્મ ઉપર પહોંચી ગઈ ટ્રેન, પછી કંટાળો દૂર કરવા માટે પેસેન્જરે સ્ટેશન ઉપર જ શરૂ કર્યા ગરબા, જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં રોજ ઘણી બધી ઘટનાઓના વીડિયો વાયરલ થતા રહે છે, જેને  જોવાનું યુઝર્સ પણ ખુબ જ પસંદ કરતા હોય છે. ઘણીવાર ટ્રેનની મુસાફરીના પણ ઘણા વીડિયો તમે જોયા હશે, ટ્રેનમાં મુસાફરી દરમિયાન આજુબાજુ બેઠેલા યાત્રીઓ સાથે સંબંધો અનાયાસે જ બંધાઈ જતા હોય છે. ત્યારે સમય પસાર કરવા માટે તેમની વચ્ચે કેટલીક વાર કોઈ ગેમ પણ રમવામાં આવતી હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવી જ ઘટનાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં સ્ટેશન ઉપર ટ્રેન 20 મિનિટ વહેલા પહોંચી તો પેસેન્જરે કંટાળો દૂર કરવા માટે અનોખો જુગાડ અપનાવ્યો હતો. યાત્રિકો ટ્રેન વહેલી પહોંચતા સ્ટેશન ઉપર ઉતરી અને ગરબા રમવાનું શરૂ કર્યું હતું. જેનો વીડિયો હાલ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર આ વીડિયો રતલામ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-4નો છે. જ્યાં બુધવારે રાત્રે બાંદ્રા-હરિદ્વાર ટ્રેન (10.15 કલાક) 20 મિનિટ વહેલી પહોંચી હતી. સ્ટેશન પર ટ્રેનનું સ્ટોપેજ 10 મિનિટનું છે. એટલે કે અહીં ટ્રેન કુલ 30 મિનિટ સુધી ઊભી રહી. આવી સ્થિતિમાં, ટ્રેનમાં મુસાફરી કરી રહેલું એક જૂથ પ્લેટફોર્મ પર આવ્યું અને બોલિવૂડ અને અન્ય હિટ ગીતો પર ડાન્સ કરવા લાગ્યો. ટ્રેન રાત્રે 10.45 કલાકે આગળ જવા રવાના થઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ ડાન્સ વીડિયો શેર કર્યો છે. તેમણે કેપ્શનમાં લખ્યું “મજામાં! શુભ યાત્રા.” આ ક્લિપ 22 સેકન્ડની છે, જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.  તેમજ આ મુસાફરોનો ઉત્સાહ જોઈને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે. ઘણા બધા લોકો આ વીડિયોને જોઈને અલગ અલગ પ્રતિભાવ પણ આપી રહ્યા છે.

Niraj Patel