ખબર

આજની સૌથી મોટી ખુશખબરી: મોદી સરકારને લીધે આજે દોડી સ્પેશ્યલ ટ્રેન, જાણો ક્યાં રાજ્યમાં?

લોકડાઉનને કારણે દેશના અલગ-અલગ વિસ્તારમાં ફસાયેલા લખો મજુરોને ઘર પહોંચાડવાનું કામ શરૂ કર્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયની મંજૂરી મળ્યા બાદ અલગ-અલગ રાજ્યની સરકાર દ્વારા તેના રાજ્યના માંજું=રોન પરત વતન લઇ આવવા માટેની તૈયારી આરંભી દીધી છે.

Image Source

તેલંગણાના લિંગમપેલ્લીમાં ફસાયેલા મજૂરોને લાવવા માટે એક સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. ઝારખંડ પહોંચશે. આ ટ્રેનમાં કુલ 1200 મજૂરો છે. તેલંગણા ઝારખંડ સુધી ગયેલી આ ટ્રેનમાં મજૂરોને લઇ જવામાં આવ્યા છે. શુક્રવારે સવારે 5 વાગ્યે તેલંગણાના લિંગમપેલ્લીથી આ ટ્રેન ઉપડી હતી. જે આજે રાતે 11 વાગ્યે ઝારખંડના હતિયા ગામમાં પહોંચશે. આ ટ્રેનમાં કુલ 24 કોચ છે. કોચમાં ફક્ત 56 લોકોને જ બેસવાની મંજૂરી આપવામાં આવે છે.

Image Source

સામાન્ય રીતે તો મજૂરો માટે ટ્રેન ચલાવવાનું કોઈ એલાન કરવામાં નથી આવ્યું. પરંતુ આ સ્પેશિયલ ટ્રેનને લઈને લઈને રેલ મંત્રાલયનું ક્હેવું છે, કે રાજ્યસરકારની અપીલ પર આ ટ્રેન ચલાવવામાં આવી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.