ખબર

તેજસ ટ્રેન એકદમ જક્કાસ છે પણ રેલ હોસ્ટેસ સાથે મુસાફરો એવું એવું કરે છે કે જાણીને દુઃખ થશે

ટ્રેનના દરવાજા પર યુવાન યુવતીઓ મુસાફરોના સ્વાગત માટે હાથ જોડીને ઉભી છે. મુસાફરો પોતાની મસ્તીમાં જ આ યુવતીઓને ઘેરી લે છે અને તેમની સાથે સેલ્ફી લે છે, વિડીયો છે, તેમને પૂછયા વિના તેમની તસવીરો ક્લિક કરે છે, બીજી તરફ આ યુવતીઓ પણ અંદરથી થોડી સંકોચાઈ જાય છે, પણ તેમ છતાં તેઓ પોતાના ચહેરા પર એક હૂંફાળું સ્મિત બનાવી રાખે છે.

આ દ્રશ્ય છે નવી દિલ્હીથી લખનઉ જવા માટે ઉભેલી તેજસ એક્સપ્રેસનું. કાળા-પીળા રંગના શરીર સાથે ચુસ્ત એવા યુનિફોર્મમાં સજ્જ ઉભેલી યુવતીઓ ભારતની આ પહેલી પ્રાઇવેટ ટ્રેનની હોસ્ટેસ છે. તાજેતરમાં જ શરુ થયેલી તેજસ એક્સપ્રેસનું સંચાલન ભારતીય રેલની ખાનગી કંપની આઈઆરસીટીસીના હાથમાં છે.

Image Source

હવાઈ સેવાની જેમ જ આ રેલ સેવાને ભારતની પહેલી ખાનગી કે કોર્પોરેટ સેવા પણ કહેવામાં આવી રહી છે. આઇઆરસીટીસીએ તેજસ એક્સપ્રેસ રેલવે પાસેથી લીઝ પર લઈને તેની કોમર્શિયલ રન કરી રહી છે. આ સુપરફાસ્ટ ટ્રેન અતિઆધુનિક સેવાઓથી સજ્જ છે અને નવી દિલ્હીથી લખનઉ વચ્ચેનું 511 કિલોમીટરનું અંતર સાડા છ કલાકમાં પૂરું કરી લે છે. આ ટ્રેનમાં બીજી પણ ઘણી ખાસિયતો છે, પણ આ ટ્રેનની સૌથી ખાસ વાત આ ટ્રેનની હોસ્ટેસ છે.

ભારતમાં પહેલીવાર આવું બન્યું છે કે હવાઈ સેવાની જેમ રેલ સેવામાં પણ હોસ્ટેસ રાખવામાં આવી છે. જેને કારણે મુસાફરોમાં તેમના પ્રત્યે જીજ્ઞાશા અને આકર્ષણ જોવા મળે છે. તેજસ એક્સપ્રેસમાં સજ્જ આ હોસ્ટેસનું કામ મુસાફરોના ખાવા-પીવાનું અને અન્ય સુવિધાઓ અને સુરક્ષાનું ધ્યાન રાખવાનું છે.

Image Source

ટ્રેન હોસ્ટેસ –

તેજસ એક્સપ્રેસના દસ ડબ્બાઓમાં 20 કોચ કૃ સજ્જ છે. આ બધી જ યુવતીઓએ લખનઉના એક ઇન્સ્ટિટ્યૂટથી એવિએશન હોસ્પિટાલિટી અને કસ્ટમર સર્વિસમાં ડિપ્લોમા કર્યું છે. આ બધી જ યુવતીઓ લગભગ 20 વર્ષની આસપાસની ઉંમરની છે અને મધ્યમવર્ગીય પરિવારથી છે. રેલવેમાં ખાનગીકરણના આ પ્રયોગને કારણે તેમના માટે નોકરીના અવસરો મળ્યા છે.

આ બધી જ યુવતીઓ આઈઆરસીટીસીની કર્મચારી નથી પણ એક પ્રાઇવેટ કંપની દ્વારા તેમની સેવાઓ લેવામાં આવી રહી છે. આ યુવતીઓ પોતાના કામ માટે ઘણી જ ઉત્સાહિત છે અને તેમને ગર્વ છે કે તેઓ ભારતની પહેલી મહિલાઓ છે કે જે ટ્રેનમાં હોસ્ટેસ છે. રોજ નવા મુસાફરોને મળવું અને તેમને સંતોષજનક સેવા આપવી એ જ તેમની માટે મોટું ચેલેન્જ બની રહે છે.

Image Source

આ કામ માટે ત્રણ ભાગમાં તેમની પસંદગી પ્રક્રિયા કરવામાં આવે છે. આ યુવતીઓનું માનવું છે કે જે કામ વિમાનમાં કેબીન ક્રુ કરે છે એ જ કામ તેઓ કરે છે. ફરક માત્ર એટલો જ છે કે એર હોસ્ટેસ હવામાં કામ કરે છે અને તેઓ પાટા પર. ચાલતી ટ્રેનમાં પડકારજનક પરિસ્થિતિ સાથે ડીલ કરવાની તેમને ટ્રેનિંગ આપવામાં આવે છે. અત્યાર સુધી ચાલતી ટ્રેનમાં લોકોને ખાવાનું આપવાનું કામ માત્ર પુરુષો જ કરતા હતા હવે આ કામ યુવતીઓ પણ આત્મવિશ્વાસ સાથે કરી રહી છે.

મહિલા સશક્તિકરણ –

છાતી પર મહિલા સશક્તિકરણનો બેજ લગાવીને આ યુવતીઓ પારંપરિક રીતે પછાત માનવામાં આવતી અડધી વસ્તી માટે નવું ઉદાહરણ પણ પૂરું પાડ્યું છે. આ યુવતીઓના આ કામ કરવા પર ઘણા લોકોએ તેમની વિરોધ પણ કર્યો છે, પણ તેમ છતાં તેઓ આ વિરોધથી જરા પણ વિચલિત થયા વિના તેઓ આ કામ સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે કરી રહી છે.

Image Source

ટ્રેનમાં હોસ્ટેસની સાથે જ કોચ ક્રુની મેનેજર અને તેમની સાથે બે કેપ્ટન અને એક સહાયક મેનેજર પણ છે. ટ્રેનની બધી જ વ્યવસ્થા અને આખી ટીમને સંભાળવાની જવાબદારી તેમની જ છે. હાલ તેજસમાં પુરુષ સ્ટાફ પણ છે પરંતુ આગળ ચાલીને આ ટ્રેનને સંપૂર્ણપણે મહિલાઓના હાથમાં સોંપવાની યોજના છે.

હોસ્ટેસની ટિમ એ વસ્તુ પર ભાર આપી રહી છે કે આ ટ્રેનને મહિલાઓ માટે સુલભ બનાવવામાં આવે. ટ્રેનમાં મહિલા ક્રુ મેમ્બર્સનું હોવું મહિલા મુસાફરોમાં વિશ્વાસ જગાડે છે. જે મહિલાઓ એકલી મુસાફરી કરી રહી હોય છે તેમને હોસ્ટેસની હાજરીમાં વધુ સુરક્ષિત લાગે છે.

Image Source

આ ટ્રેનમાં સેનેટરી નેપકીન અને મહિલાઓની જરૂરતની અન્ય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. ક્રુને ગર્ભવતી મહિલાઓનું ખાસ ધ્યાન રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે. નાના બાળકો સાથે મુસાફરી કરી રહેલી મહિલાઓની સુવિધાઓનું પણ તેઓ ધ્યાન રાખે છે.

પોશાક પર વિવાદ –

જે દિવસે આ રેલ સેવાનું ઉદ્ઘાટન કરવામાં અવાયું એ દિવસે આ ખૂબ જ ચર્ચાઓમાં રહી. પણ જયારે ફિટિંગવાળા યુનિફોર્મ પહેરીને મુસાફરો પર ફૂલ વરસાવતી ટ્રેન હોસ્ટેસની તસ્વીરો સામે આવી ત્યારે ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર તેમના પોશાક પર સવાલો ઉઠાવ્યા હતા. ઘણા લોકોએ ટ્વીટ કરીને કહ્યું હતું કે તેમને સાડી પહેરાવવામાં આવે. સાંસ્કૃતિક કે પારંપરિક રીતે તેમની આ સલાહ સાચી હતી, પણ વ્યવહારિક રીતે નહિ. ટ્રેનમાં ઓછી જગ્યા હોય અને ચાલતી ટ્રેનમાં સાડી પહેરીને મુસાફરોને સેવાઓ આપવું વ્યવહારિક નથી. સાડીને સાચવીને કામ કરવું એક પડકાર હોય છે ત્યારે તેઓ મુસાફરોની સુવિધાઓનું ધ્યાન કેવી રીતે રાખી શકે.

Image Source

વગર કારણે હેરાન કરતા મુસાફરો –

તેજસ એક્સપ્રેસમાં દરેક સીટની ઉપર એક કોલ બટન આપવામાં અવાયું છે જેને દબાવીને કોઈ પણ યાત્રી હોસ્ટેસને બોલાવી શકે છે. પણ ઘણીવાર લોકો કારણ વિના જ આને દબાવે છે અને પછી કહે છે કે તેઓ જોતા હતા કે બટન કામ કરે છે કે નહિ. આ સિવાય મુસાફરો વિના કારણે અને પરવાનગી વિના હોસ્ટેસની તસ્વીરો લેતા હોય છે અને વિડીયો બનાવતા હોય છે. આ પછી આ વિડીયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દેતા હોય છે જેને કારણે હોસ્ટેસે મુસીબતોનો સામનો કરવો પડી શકે છે. આ બધું હોસ્ટેસને અસહજ બનાવે છે. ત્યારે મુસાફરોએ પણ આ હોસ્ટેસની પ્રાઈવસીનું ધ્યાન રાખવું જોઈએ અને તેમને નહિ, તેમના કામને અને તેમની મહેનતને જોવી જોઈએ.

Image Source

ઘણીવાર મુસાફરો કોલ બટન દબાવીને હોસ્ટેસને બોલાવીને તેમને ટીપ આપવાની કોશિશ પણ કરે છે. જબરદસ્તી હાથમાં પૈસા મૂકી દે છે, તો કેટલાક હોસ્ટેસનું કહેવું છે કે ઘણીવાર મુસાફરો પોતાનો નંબર આપીને મિત્રતા કરવાનો પ્રસ્તાવ પણ મૂકે છે. ઘણીવાર મુસાફરો તેમના નંબરો માંગે પણ છે. ત્યારે મુસાફરોએ સમજવું જોઈએ કે આ બધું જ હોસ્ટેસના કામનો ભાગ નથી. ક્રુ મેમ્બર્સને તેમનો નંબર આપવાની પરવાનગી પણ નથી હોતી. ક્રુનો મુસાફર સાથે સંબંધ માત્ર યાત્રા દરમ્યાન જ હોય છે. જો કે આ હોસ્ટેસ મુસાફરોના સન્માનને ઠેસ પહોંચાડયા વિના આવી પરિસ્થિતિ સાથે ડીલ કરવાની પણ ટ્રેનિંગ આપવામાં આવી છે.

ખાનગીકરણનો પ્રયોગ –

તેજસ એક્સપ્રેસ આઇઆરસીટીસીનો એક પ્રયોગ છે જે સફળ થશે તો બીજા રુટ પર પણ અજમાવવામાં આવશે. આ જ રૂપરેખા પર મુંબઈ અને અમદાવાદ વચ્ચે પણ ટ્રેન દોડાવવાની તૈયારી થઇ ચુકી છે. તેજસનો આ સફર ક્યાં સુધી જશે એ તો આવનારો સમય જ જણાવશે પણ ક્રુ મેમ્બર્સે અહીં સુધી પહોંચવા માટે એક લાંબી મજલ કાપી છે.

Image Source

વેતન –

આ યુવતીઓ એક દિવસમાં 18 કલાક કામ કરે છે અને પછી બીજા દિવસે આરામ કરે છે. હાલ આ બધી જ યુવતીઓ છ મહિનાના પ્રોબેશન પર છે, જે પછી તેમને કોન્ટ્રાકટ આપવામાં આવશે. આ યુવતીઓનું કહેવું છે કે હાલ જે વેતન મળે છે તે વધુ તો નથી, પણ તેમનું જરૂરતો પુરી કરવા માટે પૂરતું છે. જયારે કેટલીક યુવતીઓનું કહેવું છે કે તેમને વેતન વિશે હજુ જાણકારી નથી આપવામાં આવી. તેઓ મહિનો પૂરો થવાની અને પગાર મળવાની રાહ જોઈ રહયા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.