મૃત્યુની એકદમ નજીક હતો આ વ્યક્તિ, ત્યારે જ રેલવેના કર્મચારીએ બચાવ્યો તે વ્યક્તિનું જીવ, જુઓ ઘટનાનો લાઈવ વીડિયો

દેશભરમાં આપઘાતની ઘણી બધી ઘટનાઓ સામે આવી રહી છે, ઘણા લોકો પોતાના જીવનથી કંટાળીને મોતને વહાલું કરવા જતા હોય છે, પરંતુ ઘણીવાર કિસ્મત તેમને બચાવી લેતી હોય છે. હાલ એવી જ એક ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે, જેમાં ટ્રેન ઉપર આપઘાત કરવા ગયેલા એક વ્યક્તિને રેલવેના કર્મચારી દ્વારા બચાવી લેવામાં આવ્યો હતો.

એક યુવક કે જેણે કથિત રીતે ટ્રેનની છત પર ચઢીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો તેને રેલ્વે કર્મચારીઓ દ્વારા તાત્કાલિક કાર્યવાહીથી બચાવી લેવામાં આવ્યો હતો. રેલ્વે મંત્રાલય દ્વારા રેસ્ક્યુ ફૂટેજ હવે ઓનલાઈન શેર કરવામાં આવ્યા છે. મંત્રાલયે કહ્યું કે બિહારના દાનાપુર રેલવે સ્ટેશન પર ટિકિટ ચેકિંગ સ્ટાફે યુવકને એન્જિનમાં ચઢવાનો પ્રયાસ કરતા જોઈને તરત જ પ્રતિક્રિયા આપી.

સ્ટાફે તેને બચાવ્યો અને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા. રેલવે મંત્રાલયે ટ્વિટર પર લખ્યું, ‘ભારતીય રેલવે કર્મચારીઓએ માનવતા અને ઈમાનદારીનું ઉદાહરણ બેસાડ્યું! ઈસ્ટ સેન્ટ્રલ રેલવેના દાનાપુર સ્ટેશન પર ટિકિટ ચેકિંગ સ્ટાફે જીવ પર રમત રમીને આત્મહત્યાનો પ્રયાસ કરનાર યુવકને બચાવ્યો અને તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.”

29-સેકન્ડની ક્લિપમાં સફેદ શર્ટ અને સ્લિંગ બેગમાં એક રેલવે કર્મચારી એન્જિનની બાજુમાં ચડતો અને ટ્રેનની છત પર બેઠેલા વ્યક્તિ સુધી પહોંચતો જોઈ શકાય છે. તેને બચાવવા માટે તે યુવકના ગળા પર રૂમાલ મુકે છે અને તેને નીચે ખેંચવાનો પ્રયાસ કરે છે. પ્લેટફોર્મ પર યુવક બેભાન જોવા મળતા જ અન્ય મુસાફરો, પોલીસ અધિકારીઓ અને રેલવે કર્મચારીઓ તેને જોવા માટે ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. જોકે, તેને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો.

Niraj Patel