રેલવે પ્લેટફોર્મ પર 9 કલાક ટ્રેન મોડી આવતા પેસેન્જર ગુસ્સે થવાને બદલે ખુશીથી ઝૂમવા લાગ્યા, ડાન્સ કરીને કર્યું ટ્રેનનું સ્વાગત, જુઓ વીડિયો

9 કલાક મોડી પડી ટ્રેન, છતાં પેસેન્જરની ધીરજ જોઈને લોકોએ કરી સલામ, વીડિયો તમારું પણ દિલ જીતી લેશે, જુઓ

ભારતમાં ટ્રેન લેટ થવી એ સામાન્ય બાબત છે અને મોટાભાગના લોકોએ આ આનુભવ તો ચોક્કસ કર્યો જ હશે. પરંતુ જયારે પણ ટ્રેન લેટ થાય છે ત્યારે દરેક વ્યક્તિને ગુસ્સો ચોક્કસ આવતો હોય છે અને તેમાં પણ જો વિચારો કે ટ્રેન 9 કલાક જેટલી લેટ થાય તો માણસની શું હાલત થાય ? પરંતુ હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં તો કંઈક અલગ જ જોવા મળ્યું હતું.

હાલ શિયાળાનો સમય છે અને ધુમ્મસના કારણે ટ્રેન લેટ થવી સામાન્ય વાત માનવામાં આવે છે. ત્યારે વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે 9 કલાક ટ્રેન લેટ થયા બાદ જયારે ટ્રેન પ્લેટફોર્મ પર આવી ત્યારે પેસેન્જર ગુસ્સે થવાના બદલે ખુશીથી ઝુમતા અને નાચતા ગાતા જોવા મળ્યા હતા. આ ઘટનાનો વીડિયો કોઈએ મોબાઈલમાં ઉતારીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી દીધો હતો.

ખુશીથી ઝુમતા આ પેસેન્જરનો વીડિયો ટ્વીટર પર પોસ્ટ કરવામાં આવ્યો છે, અને તેના કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “અમારી ટ્રેન 9 કલાક લેટ થઇ ગઈ. ટ્રેન આવવા પર લોકોએ કંઈક આવું રિએક્શન આપ્યું.” વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે ઘણા બધા યાત્રિકો ટ્રેન આવવાની રાહ જોઈને ઉભા છે. બધાની નજર પાટા તરફ છે અને ત્યારે જ સામેથી એક ટ્રેન આવતી જોવા મળે છે.

જેવી જ આ ટ્રેન પ્લેટફોર્મ પર આવે છે કે કેટલાક યાત્રીઓ ખુશીથી ઝૂમવા લાગી જાય છે અને ડાન્સ પણ કરે છે, લાંબા સમય સુધી રાહ જોયા બાદ આખરે ટ્રેન આવતા જ લોકોમાં ઉત્સાહ ફેલાઈ જાય છે. આ ઘટના ક્યાંની છે તેના વિશેની કોઈ પુષ્ટિ નથી થઇ, પરંતુ વાયરલ વીડિયોને ઘણા લોકો જોઈ રહ્યા છે અને કોમેન્ટ કરીને કહી રહ્યા છે, કે “પેસેન્જરની ધીરજને સલામ”

Niraj Patel