ખબર

ટ્રાફિકમાં ફસાયેલી એમ્બ્યુલન્સમાં રહેલા દર્દીનો જીવ બચાવવા આ ટ્રાફિક પોલીસે લગાવી 2 કિલોમીટરની દોડ, એક સલામ તો બને જ છે

ટ્રાફિક આજના સમયમાં કોઈને નથી પસંદ. પરંતુ ઘણીવાર એવો ટ્રાફિક જામ થઇ જતો હોય છે કે આપણે પણ બેઠા બેઠા કંટાળી જઈએ, ટ્રાફિક પોલીસનું કામ પણ ટ્રાફિકને નિયંત્રણમાં લાવવાનું છે. પરંતુ જ્યારે 2 કિલોમીટર સુધી કચાકચ ટ્રાફિક જામ થઇ ગયું હોય અને તેમાં પાછળથી એમ્બ્યુલન્સ કોઈ દર્દીને લઈને આવી પહોંચે તો કેવી હાલત થાય ? દરેક વ્યક્તિ ઇચ્છતું હોય કે તેમને રસ્તો મળી જાય, પરંતુ છતાં પણ ઘણી મુશ્કેલીઓ થાય, ટ્રાફિક પોલીસ પણ આ માટે શક્ય પ્રયત્નો કરતા હોય છે. પરંતુ હૈદરાબાદના એક ટ્રાફિક પોલીસે જે કારનામુ કર્યું છે તે જોઈને ખરેખર તેમને સલામ કરવાનું મન થાય.

Image Source

સોમવારના રોજ બનેલી આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જેમાં જોઈ શકાય છે કે એક ટ્રાફિક પોલીસ કર્મી એક એમ્બ્યુલન્સને રસ્તો આપવા માટે કેવી રીતે 2 કિલોમીટર સુધી દોડ લગાવે છે અને આગળથી રસ્તો સાફ કરી અને એમ્બ્યુલસને આગળ ધપાવતો રહે છે.હૈદરાબાદના આ બહાદુર ટ્રાફિક પોલીસનું નામ છે જી. બાબજી.

Image Source

તેમને જે જગ્યા ઉપર તેઓ ફરજ બજાવતા હતા ત્યાંથી હટી અને બે કિલોમીટર સુધી દોડીને એમ્બ્યુલન્સને ટ્રાફિકની બહાર કાઢી હતી.હાલમાં સોશિયલ મીડિયા ઉપર તેમનો આ વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેમની ખુબ પ્રસંશા પણ કરી રહ્યા છે. એડિશનલ કમિશ્નર ઓફ પોલીસ (ટ્રાફિક) અનિલ કુમારે પણ આ વીડિયોને ટ્વીટ કરી અને બાબજીની પ્રસંશા કરી હતી. તેમને લખ્યું:

“હૈદરાબાદ ટ્રાફિક પોલીસ ઓફિસર અબીડ્સના બાબજી એમ્બ્યુલન્સ માટે રસ્તો ખાલી કરતા, બહુ જ ઉમદા. હૈદરાબાદ ટ્રાફિક પોલીસ નાગરિકોની સેવામાં” આ ઉપરાંત પણ આઇપીએસ અધિકારી દીપાંશુ કાબરાએ પણ આ વીડિયોને શેર કર્યો છે. આ ઉપરાંત બીજા પણ ઘણા લોકોએ બાબજીના આ કામની પ્રસંશા કરી છે.