કપાયેલા હાથે આ યુવક માંગી રહ્યો હતો ભીખ, ચાર રસ્તા વચ્ચે જ ખુલી ગઈ તેની પોલ, જુઓ વીડિયો

ભિખારીને ભીખ આપતા પહેલા આ વીડિયો જરૂર જોજો…એવી પોલ ખુલી કે જોતા જ હચમચી જશો

ઘણા લોકોને આપણે જોયા હોય છે કે તે પૈસા કમાવવા માટે કંઈપણ કરવા લાગે છે. ઘણા લોકો પૈસા મેળવવા માટે ભીખ પણ માંગતા હોય છે, અને ભીખ માંગીને તે પોતાનું અને પરિવારનું ગુજરાન પણ ચલાવતા હોય છે. આપણે પણ ઘણીવાર કોઈ જગ્યાએ કે મંદિરે જઈને અને કોઈ ભિખારીને જોઈએ તો તરત આપણાથી બનતી મદદ કરીએ છીએ. ખાસ કરીને કોઈ અપંગ ભિખારી જોઈએ ત્યારે આપણું પણ દિલ પીગળી જાય છે.

પરંતુ હાલ એક એવો વીડિયો સામે આવ્યો છે જેને જોઈને તમને પણ કોઈ અપંગ ભિખારીને ભીખ આપવાનું મન નહિ થાય. કારણ કે વીડિયોની દ્વારા જોઈ શકાય છે કે એક હાથે ભીખ માંગી રહેલો આ ભિખારી હકીકતમાં અપંગ નથી પરંતુ તેના હાથને એવી રીતે વાળી દીધો છે કે જોઈને કોઈને પણ લાગે કે આ ખરેખર અપંગ છે.

વાયરલ થઇ રહેલો આ વીડિયો મધ્ય પ્રદેશના ઈન્દોરનો છે. જ્યાં એક 25 વર્ષના વ્યક્તિએ ભીખ મંગાવા માટે એક નવી રીત અપનાવી. આ યુવક દિવ્યાંગ બનીને એલઆઇજી ચાર રસ્તા ઉપર ભીખ માંગી રહ્યો હતો. જેને જોઈને ટ્રાફિક પોલીસકર્મીએ વિચાર્યું કે તેના માટે નકલી હાથ બનાવી તેને યોગ્ય કરી દઉ.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

પરંતુ જેવો ટ્રાફિક પોલીસ કર્મીએ તેનો હાથ જોવા માટે પકડ્યો કે તરત હાથ છોડાવીને તે ભાગી ગયો. સિપાહીએ તેનો પીછો કરી અને પકડી પાડ્યો. જેના બાદ તેની પોળ ખુલી ગઈ. તે એક હાથે ભીખ માંગી રહ્યો હતો પરંતુ તેની પોલ ખુલ્યા બાદ તે બંને હાથ જોડીને માફી મંગાવા લાગી ગયો.

Niraj Patel