રાજકોટમાં ટ્રાફિક પોલીસનો મગજ ગયો અને આર્મીમેનનો મોબાઈલ ફોન તોડીને એક કાનની નીચે…જાણો વિગત

રાજકોટમાં આર્મી જવાન પણ સુરક્ષિત નથી…તેમની જોડે પોલીસે એવું ખરાબ વર્તન કે તમારુ લોહી ઉકળી ઉઠશે

ગુજરાતમાંથી ઘણીવાર પોલિસની ગેરવર્તણુકના કિસ્સાઓ સામે આવતા રહે છે અને આ ઘટનામાં પોલિસ દ્વારા ઘણીવાર સામાન્ય જનતા કે કોઇ બીજાને માર મારવામાં આવતો હોવાનુ પણ સામે આવે છે. હાલમાં રાજકોટમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, છેલ્લા એકાદ સપ્તાહમાં આવી 5 જેટલી ઘટના રાજકોટમાંથી સામે આવી છે અને હાલમાં ઢેબર રોડ પર નાગાલેન્ડમાં આર્મીમાં ફરજ બજાવતા જવાનને મહિલા ટ્રાફિક પોલિસમાં ફરજ બજાવતા અલ્કા ટીકાવતે ફડાકા ઝીંક્યા હોવાની ઘટના સામે આવી છે.

આર્મીમેન નિલેશ માઢક

ઘટનાની વિગત તપાસીએ તો, તારીખ 21 નવેમ્બર રવિવારના રોજ રાજકોટના ઢેબર રોડ ચોક ખાતે સવારે નાગાલેન્ડમાં ફરજ બજાવતા આર્મીમેન કે જેમનું નામ નિલેશ માઢક છે અને તેઓ દીવાળીની રજાને કારણે રાજકોટ પોતાના વતન આવ્યા હતા અને તેમની સાથે પોલિસે ગેરવર્તન કર્યુ હતુ અને પોલિસે તેમની સામે ફરજમાં રુકાવટ અંગેની ફરિયાદ નોંધાવી હતી જો કે, આ બાબતે આર્મી મેને તેમનો મોબાઇલ તોડવા અને તેમને માર મારવા અંગેની ફરિયાદ નોંધાવી પરંતુ પોલિસે તેમની અરજી કે ફરિયાદને સ્વીકારી ન હતી. ત્યારે આર્મી મેન કોર્ટ પહોંચ્યા હતા અને પોલિસ સામે ફરિયાદ કરવા કોર્ટમાં અરજી કરી હતી.

આર્મીમેન નિલેશ માઢક

આર્મી મેન અનુસારતે તેઓ તેમના દીકરા સાથે જતા હતા આ દરમિયાન ઢેબર રોડ ચોક ખાતે ટ્રાફિક વોર્ડને તેમને અટકાવ્યા અને ટ્રાફિક જમાદાર અલકાબેન ટીલાવત ઓનલાઇન મેમો આપવાનું કહી દંડ માંગ્યો, જેનો વિડીયો ઉતારતા તેઓનો મોબાઈલ ફોન તોડી એ ડિવિઝન પોલીસ સ્ટેશન લઇ જઈ ત્યાં ટ્રાફિક પોલીસ ઇન્સ્પેકટર પરમારે લાફા માર્યા હતા.

તેમણે આગળ જણાવ્યુ હતુ કે, આર્મીમેનની ઓળખ આપવા છતાં તે લોકોએ મારી સાથે ગેરવર્તન કર્યું હતું. નોંધનીય છે કે, આ બનાવ અંગે રવિવારના રોજ ટ્રાફિક જમાદાર અલ્કાબેન ટીલાવતએ આર્મીમેન વિરુધ્ધ ફરજ રુકાવટ અંગે ફરિયાદ નોંધાવી આર્મી મેને માર માર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો જો કે આર્મીમેને માર ન માર્યાનું કહી સ્વબચાવ કરતો હતો તેવું જણાવ્યું હતું.

Shah Jina